તારીખ 1-2-3 માર્ચના રોજ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારે તેમના મોંઘા અને ડિઝાઈનર કપડાં પહેરીને તમામનું ધ્યાન પોતાના તરફ આકર્ષી લીધું હતું. જો કે પ્રી-વેડિંગ ઈવેન્ટ તો હજુ પણ અલગ અલગ રીતે ઉજવવામાં આવી જ રહી છે. ક્યાંક લોક ડાયરા તો ક્યાંક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરિવારે તેમના દેખાવ પર જ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. તેમ છતાં, એક વસ્તુ હતી જે પરિવારની દરેક સ્ત્રીમાં સામાન્ય હતી અને તે હતો કાળો દોરો.
અંબાણી પરિવાર માટે તેમના કપડા અને ઘરેણાં પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી. ત્રણ દિવસના ફંક્શનમાં પરિવારના સભ્યોએ લગભગ 30 વખત કપડાં બદલ્યા હશે. દરેક વખતે નવો લુક, નવી એક્સેસરી પણ એક જ વસ્તુ એકસરખી રહેતી હતી અને એ એટલે પરિવારની મહિલાઓનો કાળો દોરો. હંમેશા નીતા અંબાણી, તેમની પુત્રી ઈશા અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના હાથમાં કાળો દોરો જોશો. અને માત્ર મહિલાઓ જ શા માટે, ઈશા અંબાણીના બાળકો પણ ખરાબ નજરથી બચવા હાથ-પગમાં કાળો દોરો પહેરેલા જોવા મળ્યા હતા.
સામાન્ય રીતે કાળો દોરો ખરાબ નજરથી બચવા માટે પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેને રામબાણ માને છે અને દરરોજ 24 કલાક હાથ અથવા પગમાં પહેરે છે. એવું કહેવાય છે કે કાળો દોરો બાંધવાથી શનિનો પ્રભાવ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે.
નાના બાળકો દ્વારા પહેરવામાં આવતા કાળા દોરાની સાથે નાના મોતી જોડાયેલા હોય છે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા પણ તેની દીકરી માલતી મેરી ચોપરા જોનાસને હંમેશા કાળો દોરો પહેરાવે છે. દેખીતી રીતે આ પાતળો કાળો દોરો સૌથી મોંઘા ઘરેણાં કરતાં પણ વધુ કિંમતી છે. સામાન્ય માણસ હોય કે મોટી સેલિબ્રિટી, તેઓ ઘણીવાર હાથમાં કાળો દોરો પહેરતા જોઈ શકાય છે