ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ એક કંપનીમાંથી બીજી કંપનીમાં સિમ નંબર સ્વિચ કરવા માટેનો સમય બદલ્યો છે એટલે કે સિમ સ્વેપ. હવે સિમ સ્વેપ કરવામાં સાત દિવસ લાગશે. લોકોને છેતરપિંડીથી બચાવવા માટે TRAIએ આ પગલું ભર્યું છે. આ નિયમ 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.
અગાઉ, સિમ સ્વેપ કરવા માટે 10 દિવસ રાહ જોવી પડતી હતી, પરંતુ હવે તે ફક્ત સાત દિવસ લેશે. ટ્રાઈએ માહિતી આપી છે કે 14 માર્ચ, 2024ના રોજ જારી કરાયેલા ટેલિકોમ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગ્યુલેશન્સ 1 જુલાઈ, 2024થી અમલમાં આવશે. આ નિયમ છેતરપિંડી કરનારા તત્વોને રોકવામાં મદદ કરશે. આ માટે એક ખાસ પોર્ટિંગ કોડ પણ રજૂ કરવામાં આવશે.