નવા વર્ષના પહેલા દિવસે લોકોને મોટો ફટકો, LPG ગેસ સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો જીકાયો

lpg gas
lpg gas

ગેસ વિતરણ કંપનીઓએ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2023ના રોજ દેશભરના એલપીજી ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. રવિવારથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી દેશભરમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને કિંમત યથાવત છે.

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારા પછી, તે રાજધાની દિલ્હીમાં 1769 રૂપિયા, કોલકાતામાં 1870 રૂપિયા, મુંબઈમાં 1721 રૂપિયા અને ચેન્નાઈમાં 1917 રૂપિયામાં ઉપલબ્ધ છે. અગાઉ નવેમ્બરમાં સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

ઘરેલું સિલિન્ડરોમાં રાહત ચાલુ છે

સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 6 જુલાઈ, 2022ના રોજ થયો હતો. તે સમયે ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલું સિલિન્ડર દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઈમાં 1052.5 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.5 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ગયા વર્ષે ચાર વખત સિલિન્ડર મોંઘું થયું હતું

સરકારે 2022માં ઘરેલું સિલિન્ડરના ભાવમાં ચાર વખત વધારો કર્યો હતો અને કુલ કિંમતોમાં 153.50 રૂપિયાનો વધારો કર્યો હતો. 22 માર્ચે તેમાં 50 રૂપિયા, 7 મેના રોજ 50 રૂપિયા અને 19 મે અને જુલાઈના રોજ 3.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Read More