પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.માંડવીયા સતત જાહેર સભાઓથી ગૂંજી રહ્યા છેપોરબંદર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાના નામની જાહેરાત કરતાની સાથે જ પ્રચાર શરૂ કરી દીધો છે. તેઓ સતત જાહેર સભાઓ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.
ગઈકાલે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. વંથલી માર્કેટ યાર્ડમાં ભાજપની સભા અને જમણવાર યોજીને કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. સરકારી મિલકતનો ઉપયોગ કરવાની ફરિયાદ કોંગ્રેસના મહામંત્રી વીટી સીડાએ ચૂંટણી કમિશનરને આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી છે.