આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, 65 kmની ઝડપે ફૂંકાશે પવન!

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન…

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન પવન પણ ફૂંકાશે.

ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી વાતાવરણ જામી રહ્યું છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નાહર હવેલીમાં બપોરે 1 વાગ્યા સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, આગામી ત્રણ કલાકમાં, ભાવનગર, બોટાદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન 45 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *