નિતેશ તિવારીના નિર્દેશનમાં ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં જ ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો અને વીડિયો પણ લીક થયા હતા. જેમાં અરુણ ગોવિલ દશરથના રોલમાં જ્યારે લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. રણબીર કપૂરે પણ આ ફિલ્મ માટે ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ માટે રણબીર મોટી ફી વસુલી રહ્યો છે. તે જ સમયે, સાઈ પલ્લવી તેના કરતા 6 ગણી ઓછી ફી મેળવી રહી છે.
બોલિવૂડલાઈફના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂરે ‘રામાયણ’માં રામનો રોલ કરવા માટે 75 કરોડ રૂપિયાની ફી માંગી છે. આ ફી તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ કરતા પણ વધુ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પિંકવિલાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રણબીરે એનીમલ માટેની ફી અડધી કરી દીધી છે.
રણબીર કપૂરનો માર્કેટ રેટ 70 કરોડ રૂપિયા હોવા છતાં તેણે ‘એનિમલ’ના મેકર્સ પાસેથી 30-35 કરોડ રૂપિયા લીધા હતા. સાઈ પલ્લવીની ફી વિશે વાત કરીએ તો, તે આ માટે વર્તમાન માર્કેટ રેટ કરતાં બમણી ફી વસૂલી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવવા માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે, જ્યારે તેની વર્તમાન કિંમત 2.5-3 કરોડ રૂપિયા છે.
દરમિયાન, Siasat.comના અહેવાલ મુજબ, સાઈ પલ્લવીએ આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જો કે આમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ નથી. રણબીર, સાંઈ અને નિતેશે હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. નિતેશ તિવારીએ રામાયણનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
લીક થયા બાદ નીતીશ તિવારીએ આ કડક પગલું ભર્યું છે. અહેવાલ મુજબ, નિતેશ તિવારી આ લીકથી ખૂબ નારાજ છે અને તેથી તેણે સેટ પર કડક નો-ફોન નીતિ લાગુ કરી છે. નિર્દેશકે એ પણ આદેશ આપ્યો છે કે શૂટિંગ શરૂ થાય ત્યારે વધારાનો સ્ટાફ અને ક્રૂ સેટની બહાર રહે. માત્ર જરૂરી કલાકારો અને ટેકનિશિયન જ સેટ પર રહી શકે છે.