રણબીરે તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા ત્યારે ઘણી છોકરીઓના દિલ તૂટી ગયા હતા. જો કે હવે તો રણબીર અને આલિયા તેમની પ્રિય પુત્રી રાહા કપૂરના માતા-પિતા છે. ઘણીવાર રણબીરના ઘણા જૂના ઈન્ટરવ્યુ વાયરલ થતા રહે છે. હવે ફરીથી એક વાત વાયરલ થઈ રહી છે અને આ વાત ગર્લફ્રેન્ડ વિશે છે. રણબીર કપૂરનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે.
બોલિવૂડમાં રણબીરની એક્ટિંગ કરિયર દરમિયાન તેનું નામ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સહિત ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. જો કે, રણબીરને તેની ભૂતપૂર્વ દીપિકાએ ‘ચીટર’ તરીકે પણ ગણાવ્યો હતો. હાલમાં જ રણબીરનો એક જૂનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે એક ટ્રીક જાહેર કરી હતી કે તે એક સાથે કેટલીય ગર્લફ્રેન્ડ કેવી રીતે રાખી શકાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ જોહર રણબીરને કહે છે કે તેનો ફોન જોવો એ એક મોટો ટાસ્ક છે. આના પર રણબીરે એક રહસ્ય જાહેર કર્યું અને કહ્યું કે તે તેના ફોનમાં અન્ય યુવતીઓના નામ તેના મેઇલ ફ્રેન્ડ તરીકે સેવ કરે છે. તેના વિશે વધુ વિગતો શેર કરતાં રણબીરે બીજી ટ્રીકનો ખુલાસો કર્યો તે ‘બેટરી લો’ નામથી પોતાના ફોનમાં છોકરીઓના નંબર સેવ કરતો હતો. આ રીતે, જો તે તેની ગર્લફ્રેન્ડ સાથે હોય અને અન્ય છોકરી ફોન કરે, તો ફોન પર છોકરીના નામને બદલે ‘બેટરી લો’ દેખાશે અને કામ પણ થઈ જશે.
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક હતા. તેઓ એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતા ક્યારેય ડર્યા નથી અને ઘણીવાર સાથે જોવા મળતા હતા. દીપિકા રણબીરના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે પોતાની ગરદન પર રણબીરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે, થોડાં વર્ષો રિલેશનશિપમાં રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા.