આજે રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારની બે સગી બહેનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કેરલામાં મળેલા નવા વેરિયન્ટ હોવાની શંકા છે. દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને બંને બહેનો ગાંધીનગરમાં આવી હતી. આ બન્ને બહેનોના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરાઈ છે. બંને બહેનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. સેક્ટર 6 વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે.
બંને મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી હતી. જેમાં બંને મહિલાઓ દક્ષિણ ભારતમાં ફરવા માટે ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે, દક્ષિણ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બંને મહિલાઓને ત્યાંથી જ ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંને મહિલાઓને તેમના ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવી છે.