ગુજરાતમાં લગ્ન યોજવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાતઃ DGP

cm
cm

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી કોરોના ટ્રાન્સમિશનને રોકવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. તેથી રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ કોરોનાની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે એક વીડિયો સંદેશમાં વાત કરી છે. કોરોના નિયંત્રણો હવે લગ્ન સમારોહ માટે નોંધણી ફરજિયાત બનાવશે.

રાજ્ય સરકારે લગ્ન માટે 50 લોકો માટે મંજૂરી આપી છે. હવે બધા લોકોએ લગ્ન પહેલા નોંધણી કરાવી પડશે તમારે ડિજિટલ ગુજરાતમાં જવું પડશે અને ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. હવે પોલીસ લગ્ન સમારોહ પર નજર રાખશે. જે શહેરમાં રાત્રિનો કર્ફ્યુ હોય ત્યાં રાત્રે લગ્નનું આયોજન નહિ કરી શકાય. લગ્નના આયોજકો પણ ભીડ ન થાય તે માટે ખૂબ કાળજી લેવાની જરૂર છે. જો તમે નિયમોને તોડશો તો કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું કે, ચાર મહાનગરો સહિત 20 શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકો રાત્રે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ત્યાં બહાર ન નીકળે . જો લોકો નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે સરકારની એસઓપીએ વિશેષ નિયમોનું પાલન કરવું પડશે.

Read More