છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે ચાલી રહેલા વાક્યયુદ્ધને કારણે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. કથીરિયા સહિત પાટીદાર નેતાઓ આજે ગોંડલ પહોંચી રહ્યા છે.
ધાર્મિક માલવિયાની કારનો કાચ તૂટી ગયો
અલ્પેશ કથીરિયા સાથે આવેલા ધાર્મિક માલવિયાની કારનો કાચ તૂટી ગયો હોવાનો આરોપ છે. માલવિયાએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, આ ગોંડલ છે કે મિર્ઝાપુર.
અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ ગોંડલ પહોંચી ગયા છે
અલ્પેશ કથીરિયાનું સ્વાગત કરવા માટે તેમના સમર્થકો ગોંડલ આશાપુરા ચોકડી પહોંચ્યા છે. એક તરફ ગણેશ જાડેજાના સમર્થકો છે અને બીજી તરફ અલ્પેશ કથીરિયાના સમર્થકો છે.