વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ, રવિવારના રોજ થવાનું છે. આ દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. થોડા દિવસો પછી, 8 એપ્રિલ, સોમવારે, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. આ બંને ગ્રહણ 15 દિવસમાં થશે
મેષ
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને મેષ રાશિના લોકો માટે શુભ પરિણામ આપી શકે છે. આ ગ્રહણ આ લોકોને બિઝનેસમાં પ્રગતિ આપી શકે છે. નફામાં વધારો થઈ શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
મિથુન
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ અને તેના પછી થનારું સૂર્યગ્રહણ પણ મિથુન રાશિના લોકો માટે સારું રહેશે. આ લોકોને પેન્ડિંગ પૈસા મળી જશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે.
સિંહ
2024ના પ્રથમ બે ગ્રહણ સિંહ રાશિના લોકોને પણ રાહત આપી શકે છે. આ લોકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે ઓછી થઈ શકે છે. એવું કહી શકાય કે હવે તમારા જીવનમાં સારા દિવસો આવી શકે છે. વિદેશ પ્રવાસની તકો છે.