આજકાલ હાર્ટ એટેક અને સડન કાર્ડિયક અરેસ્ટના કારણે લોકોના નાની ઉંમરમાં જ મોત થવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. ગત મહિને જ ખ્યાતનામ ટીવી એક્ટર ઋતુરાજ સિંહ અને ટીવી શો ઉડાનમાં કામ કરી ચુકેલી એક્ટર કવિતા ચૌધરીનું મોત કાર્ડિયક અરેસ્ટના કારણે થઈ ગયું હતું. આખરે શું છે આ કાર્ડિયક અરેસ્ટ અને કેવી રીતે તેની ઓળખી શકાય, તેના લક્ષણો શું છે. આવો જાણીએ આ લેખમાં…
શું છે કાર્ડિયક અરેસ્ટ
કાર્ડિયક અરેસ્ટમાં હ્દય અચાનક ધડકવાનું બંધ કરી દે છે. તેમાં તરત જ પીડિત વ્યક્તિને જીવ બચાવવા માટે સીપીઆર આપવામાં આવે છે. નહીંતર વ્યક્તિનું મોત થઈ શકે છે. આ ચિકિત્સિય આપાત સ્થિતિમાં તાત્કાલિક સીપીઆર અથવા ડિફાઈબ્રિલેટર આપવાની સાથે જ હોસ્પિટલ પહોંચાડવો ખૂબ જ જરુરી હોય છે. સડન કાર્ડયક અરેસ્ટ એક અનિયમિત હાર્ટ રિધનના કારણે હ્દયની તમામ ગતિવિધિઓ અચાનક સમાપ્ત થઈ જાય છે. તેમાં શ્વાસ રોકાય જાય છે. કાર્ડિયક અરેસ્ટના હાલમાં કેટલાય ઉદાહરણો જોવા મળ્યા છે. તાત્કાલિક સારવાર લઈ તેના લક્ષણો જાણી લેવા ખૂબ જ જરુરી છે.
અચાનક ચેતના ખોઈ દેવી- કાર્ડિયક અરેસ્ટનો સૌથી મોટો સંકેત કોઈ પણ કારણ વિના ચેતના ખોઈ દેવી. આવી સ્થિતિમાં પીડિત વ્યક્તિ ઉત્તેજનાઓ પર પ્રતિક્રિયા આપી શકતા નથી અને શ્વાસ અથવા નાડી પણ ચાલતી નથી.
અસામાન્ય શ્વાસ લેવો- કાર્ડિયક અરેસ્ટ આવવા પર વ્યક્તિના શ્વાસ લેવાની પ્રક્રિયા એકદમ રોકાય જાય છે અથવા અનિયમિત થઈ જાય છે. તેને એગોનલ બ્રીદિંગ કહેવાય છે અને તે ગંભીર સંકેટની નિશાની છે.
નાડી મળવી નહીં- કાંડા અથવા ડોક પર તપાસ કરતી વખતે નાડીની ખબર ન પડવી. તેનાથી જાણવા મળે છે કે હ્દય પ્રભાવી રીતે રક્ત પંપ નથી કરી રહ્યું.
સાયનોસિસ-કાર્ડિયક અરેસ્ટ આવવા પર ઘણી વાર પીડિત વ્યક્તિની ત્વચાનો રંગ વાદળી પડી જાય છે. ખાસ કરીને હોઠ, આંગળીઓ અને નખની આજુબાજુમાં. ત્યારે આવા સમેય લોકો પર ધ્યાન આપવું જોઈએ. સાયનોસિસ એટલા માટે થાય છે. કારણ કે શરીરને યોગ્ય ઓક્સિજન યુક્ત લોહી નથી મળતું.
પ્રતિક્રિયાની કમી-ચેતના ખોવા ઉપરાંત કાર્ડયક અરેસ્ટ આવવા પર જ્યારે આપ પીડિત વ્યક્તિને જગાડવા અથવા ઉત્તેજિત કરવાની કોશિશ કરશો તો તે કોઈ પણ પ્રતિક્રિયા આપશે નહીં, કોઈ પણ અવાજ, સ્પર્શથી હલશે નહીં, બોલશે અથવા પ્રતિક્રિયા આપશે નહીં.
છાતીમાં દુખાવો અથવા બેચેની અનુભવાશે- અમુક કિસ્સામાં કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા છાતીમાં દુખાવો અથવા બેચેની અનુભવાય છે. અથવા છાતીની વચ્ચે પ્રેશર, નિચોડ, દુખાવા જેવુ અનુભવાશે. જે પીઠ, ડોક, જડબા અથવા પેટ જેવા અન્ય ભાગ સુધી ફેલાય છે.
જો આપને લાગે કે, કોઈ વ્યક્તિને કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે તો તેને તરત જ સીપીઆર આપો. તેમાં પ્રતિ મિનિટ 100-120ના દરથી 30 વાર છાતી પર પ્રેશર આપવાનું શરુ કરો. ત્યાર બાદ 2 વાર શ્વાસ આપો. જો તમે સીપીઆર આપવામાં ટ્રેનિંગ લીધી નથી તો, મદદ આવે ત્યાં સુધી છાતીને દબાવવાની કોશિશ કરતા રહો. સીપીઆર શરીરમાં લોહી પ્રવાહ અને ઓક્સિજનેશનને બનાવી રાખવામાં મદદગાર થશે.