અંધશ્રદ્ધાના નામે એક વિચિત્ર ઘટના મધ્યપ્રદેશના દમોહના આદિવાસી બહુમતી વિસ્તાર જાબેરાના બનિયા ગામમાં સામે આવી છે. અહીં વરસાદ ન થતા દુષ્કાળના ખતરાનો સામનો કરી રહેલા ગ્રામજનો સારા વરસાદની આશામાં નાની છોકરીઓ ગામમાં કપડાં ઉતરાવી અને ફેરવી હતી. ત્યારે ગામના લોકો માને છે કે આમ કરવાથી ગામમાં સારો વરસાદ થાય છે. રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગે આ મામલે દમોહના કલેક્ટરને નોટિસ મોકલી છે.
આ છોકરીઓએ મુસલ પકડ્યા હતા જેમાં દેડકા બાંધેલા હતા. નિવસ્ત્ર ફરતી વખતે, આ છોકરીઓ ખેર માતાના મંદિરે પહોંચી હતી.અને મંદિરે પહોંચ્યા બાદ તેમણે ખેર માતાની મૂર્તિ પર ગાયનું છાણ લગાવ્યું. ત્યારે ગામની મહિલાઓએ જણાવ્યું કે આમ કરવાથી એટલો વરસાદ થશે કે પ્રતિમા પરનું ગાયનું છાણ આપોઆપ ધોવાઇ જશે.
ગામમાં આ ઘટના બાદ દમોહના એસપીએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. જો આ છોકરીઓને બળજબરીથી ખસેડવામાં આવે તો સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગે આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે કમિશને કલેક્ટર પાસે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો છે.ત્યારે આયોગે કલેક્ટરને 10 દિવસની અંદર છોકરીઓનું વય પ્રમાણપત્ર રજૂ કરવા પણ જણાવ્યું છે.
આ વર્ષે બુંદેલખંડ પ્રદેશમાં વરસાદ ખૂબ ઓછો રહ્યો છે. ત્યારે લાંબા સમયથી ગરમી છે અને પાક સુકાઈ રહ્યો છે.ત્યારે ખેડૂતો પોતાના હાથે ખેતરોમાં પાકનો નાશ કરી રહ્યા છે. ત્યારે વરસાદ માટે વિવિધ યુક્તિઓ કરવામાં આવી રહી છે. પરંતુ યુક્તિઓ અને અંધશ્રદ્ધાના નામે નાની છોકરીઓ સાથે આવું વર્તન ક્યાં સુધી વાજબી છે.
Read More
- સરકારી મિલકત પર વકફનો કબજો રહેશે નહીં, જાણો બિલમાં શું કહેવામાં આવ્યું છે
- ૩, ૪, ૫ અને ૬ એપ્રિલે ભારે વરસાદની ચેતવણી, ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- Jio એ તેની અનલિમિટેડ ઓફર વધારી દીધી છે, આ સેવા 90 દિવસ માટે મફતમાં મળશે
- સોનાને લઈ સૌથી મોટા સમાચાર, ભાવમાં મોટી ઉથલ-પાથલ, હવે જાણો એક તોલાના કેટલા હજાર દેવાના!
- નોકર માટે 3.5 કરોડ રાખી દીધા, કૂતરા ટીટોને મળ્યા 12 લાખ, શાંતનુ નાયડુનું 1 કરોડનું દેવું માફ થઈ ગયું