અંધશ્રદ્ધાના નામે એક વિચિત્ર ઘટના મધ્યપ્રદેશના દમોહના આદિવાસી બહુમતી વિસ્તાર જાબેરાના બનિયા ગામમાં સામે આવી છે. અહીં વરસાદ ન થતા દુષ્કાળના ખતરાનો સામનો કરી રહેલા ગ્રામજનો સારા વરસાદની આશામાં નાની છોકરીઓ ગામમાં કપડાં ઉતરાવી અને ફેરવી હતી. ત્યારે ગામના લોકો માને છે કે આમ કરવાથી ગામમાં સારો વરસાદ થાય છે. રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગે આ મામલે દમોહના કલેક્ટરને નોટિસ મોકલી છે.
આ છોકરીઓએ મુસલ પકડ્યા હતા જેમાં દેડકા બાંધેલા હતા. નિવસ્ત્ર ફરતી વખતે, આ છોકરીઓ ખેર માતાના મંદિરે પહોંચી હતી.અને મંદિરે પહોંચ્યા બાદ તેમણે ખેર માતાની મૂર્તિ પર ગાયનું છાણ લગાવ્યું. ત્યારે ગામની મહિલાઓએ જણાવ્યું કે આમ કરવાથી એટલો વરસાદ થશે કે પ્રતિમા પરનું ગાયનું છાણ આપોઆપ ધોવાઇ જશે.
ગામમાં આ ઘટના બાદ દમોહના એસપીએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. જો આ છોકરીઓને બળજબરીથી ખસેડવામાં આવે તો સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગે આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે કમિશને કલેક્ટર પાસે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો છે.ત્યારે આયોગે કલેક્ટરને 10 દિવસની અંદર છોકરીઓનું વય પ્રમાણપત્ર રજૂ કરવા પણ જણાવ્યું છે.
આ વર્ષે બુંદેલખંડ પ્રદેશમાં વરસાદ ખૂબ ઓછો રહ્યો છે. ત્યારે લાંબા સમયથી ગરમી છે અને પાક સુકાઈ રહ્યો છે.ત્યારે ખેડૂતો પોતાના હાથે ખેતરોમાં પાકનો નાશ કરી રહ્યા છે. ત્યારે વરસાદ માટે વિવિધ યુક્તિઓ કરવામાં આવી રહી છે. પરંતુ યુક્તિઓ અને અંધશ્રદ્ધાના નામે નાની છોકરીઓ સાથે આવું વર્તન ક્યાં સુધી વાજબી છે.
Read More
- ગોંડલમાં આરપારની લડાઈ, અલ્પેશ કથીરિયાની ગોંડલમાં એન્ટ્રી થતા ગાડીના કાચ તોડાયા
- ગોંડલ છે કે મિર્ઝાપુર… ધાર્મિક માલવીયાની ગાડીનો કાચ તોડવામાં આવ્યો હોવાનો આરોપ
- 27 વર્ષ પછી શનિદેવ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થશે
- દર્શ અમાવસ્યા પર ગુપ્ત રીતે કરો આ કાર્ય, પૂર્વજો ખુશ થશે; તિજોરી પૈસાથી ભરેલી હશે
- બંકરો સાફ કરવામાં આવી રહ્યા છે, ખેડૂતોને બે દિવસમાં ખેતરો ખાલી કરવાનો આદેશ… શું ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કંઈક મોટું થવાનું છે?