દેશમાં સતત પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ત્યારે પેટ્રોલના ભાવને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર ઘણી અસર પડી રહી છે.ત્યારે આવી સ્થિતિમાં તમારી પાસે સારી માઇલેજ આપતી બાઇક છે, તો તે તમને થોડી રાહત મળશે ત્યારે જો તમે નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમને શ્રેષ્ઠ માઇલેજવાળી બાઇક પસંદ કરવામાં મુશ્કેલી આવી રહી છે ત્યારે તો અમે તમારી મદદ કરવા માટે અહીં છીએ. ત્યારે તમને કેટલીક શાનદાર અને સસ્તી બાઇક વિશે જણાવી રહ્યા છીએ, જે એક લિટર પેટ્રોલમાં 100 કિલોમીટર સુધી ચાલે છે.
હીરો સ્પ્લેન્ડર પ્લસ
ભારતીયોની સૌથી પસંદીદા બાઇક છે. આ બાઇકની શરૂઆતની કિંમત 64,850 છે.ત્યારે આ બાઇકમાં તમને એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન મળશે.ત્યારે આ 97.2cc બાઇક લગભગ 80 kmplની માઇલેજ આપે છે. આ અદ્યતન પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન ટેક્નોલોજીથી સજ્જ આ બાઇક ઇલેક્ટ્રિક અને કિક સ્ટાર્ટ ફીચર્સ સાથે આવે છે.
હીરો સુપર સ્પ્લેન્ડર
આ બાઇકની શરૂઆતની કિંમત રૂ. 73,990 છે.ત્યારે આ 124.7 સીસી બાઇક એક લિટર પેટ્રોલમાં 83 કિલોમીટર સુધી ચાલે છે. ત્યારે હીરોની આ બાઇક શાનદાર લુક સાથે આવે છે. અને આ બાઇકમાં એર કૂલ્ડ 4 સ્ટ્રોક સિલિન્ડર OHC એન્જિન આપવામાં આવ્યું છે.
બજાજ સીટી 100
આ બાઇકની શરૂઆતની કિંમત રૂ. 53,696 છે.ત્યારે આ 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડરવાળી આ બાઇકમાં 102 cc એન્જિન આપવામાં આવ્યું છે. ત્યારે બજાજની આ બાઇક DTS-i એન્જિન સાથે આવે છે. આ બાઇક એક લિટર પેટ્રોલમાં 100 કિમી સુધીની માઇલેજ આપે છે. બાઈકમાં ઈલેક્ટ્રોનિક ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ટોપ સ્પીડ 90kmph છે.
ટીવીએસ સ્ટાર સિટી પ્લસ
આ TVS બાઇક બે મોડલમાં આવે છે. ત્યારે તેના ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત દિલ્હીમાં રૂ. 69,505 અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટની રૂ. 72,005 છે. તહેવારોની ઓફર હેઠળ આ બાઇક પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. કંપની 8.08bhpના પાવર સાથે આવતી આ બાઇકમાં Eco Thrust Fuel Injection Technology ઓફર કરે છે. આ બાઇક તમને એક લીટર પેટ્રોલમાં 85 કિમી સુધીની માઈલેજ આપશે.
Read More
- પુરુષોને બેડરૂમમાં ઘોડા જેવી તાકાત આપે છે અશ્વગંધા..બેડરૂમમાં પાર્ટનર પણ થઇ જશે ખુશ
- કોણ છે નીતીશ રેડ્ડી? પ્રથમ ટેસ્ટમાં જ હલચલ મચાવી, હાર્દિક પંડ્યાને ટક્કર આપી
- શુક્ર-શનિના ત્રિકાદશ યોગને કારણે 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, જીવનમાં સુખ અને સંયમનો અદ્ભુત સંગમ થશે!
- ગુરુ પુષ્ય યોગના લાભથી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, કામકાજમાં દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે.
- હિંદુ ધર્મના 16 સંસ્કારોમાંથી એક છે પુંસવન સંસ્કાર, જાણો શા માટે ગર્ભવતી મહિલાઓ માટે તેનું મહત્વ કેમ છે.