છેલ્લા બે વર્ષથી સગીર વિદ્યાર્થી મહિલા શિક્ષકના ઘરે ટ્યુશન માટે જતો હતો. ત્યારે લોકડાઉનમાં શાળા બંધ થઇ ત્યારે વિદ્યાર્થી દરરોજ ચાર-ચાર કલાકના ટ્યુશન માટે શિક્ષકના ઘરે જતો હતો. અને બંને 29 મેના રોજ અચાનક ગાયબ થઈ ગયા. રસપ્રદ વાત એ છે કે બંને ઘરેથી કોઈ સામાન લઈને નથી ગયા. શિક્ષકના હાથમાં કિંમતી ચીજોમાં માત્ર એક જ સોનાની વીંટી છે
હરિયાણાના પાણીપત શહેરથી શિક્ષક-વિદ્યાર્થીના પવિત્ર સ-બંધને લાંછન કરનારી એક ઘટના સામે આવી છે. આરોપ છે કે એક ખાનગી શાળાની મહિલા શિક્ષિકા 17 વર્ષીય વિદ્યાર્થીને ફોસલાવીને લઈ ગયા પછી ગુમ થઈ ગઈ છે. પાણીપતની દેશરાજ કોલોનીમાં એક ખાનગી શાળામાં આ શિક્ષિકા છૂટાછેડા લીધેલ છે અને તે તેના માયકામાં રહેતી હતી.
વિદ્યાર્થીના પિતાએ જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પુત્ર રાબેતા મુજબ 29 મેના રોજ બપોરે 2 વાગ્યે મહિલા ટીચરના ઘરે ટ્યુશન માટે ગયો હતો ત્યારબાદ તે પાછો ફર્યો ન હતો. શિક્ષકના પરિવારજનોએ પહેલા ઘણા કલાકો સુધી કંઇ કહ્યું નહીં, ત્યારબાદ શિક્ષકના પિતાએ પુત્રીના ગાયબ થવા અંગે માહિતી આપી.
પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ અ-પહરણનો ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસ શિક્ષક અને વિદ્યાર્થીની શોધખોળ કરી રહી છે પણ હજી સુધી બંનેની કોઈ ભાળ મળી નથી. મોબાઇલ ફોન ગાયબ થયા પછીથી બંધ થયા છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે કે તેનો પુત્ર 11માં ધોરણનો વિદ્યાર્થી છે અને આરોપી મહિલા તેનો વર્ગ શિક્ષક છે.
Read More
- સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, કન્યા રાશિના લોકોને મળશે ઇચ્છિત સિદ્ધિ, જાણો કઈ અન્ય રાશિઓના ભાગ્યમાં થશે પરિવર્તન
- સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: સે-ક્સ કરતી વખતે આ 3 ભૂલો કરનારા લોકો બને છે નપુંસક
- કોવિડ નહીં આ કારણોસર લોકોને આવી રહ્યાં છે બેફામ હાર્ટ એટેક, AIIMS અને ICMR ના સર્વેમાં ધડાકો
- ‘હું ફરીથી લગ્ન કરી રહ્યો છું…’ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું
- હવે છેલ્લો મોકો છે, તમારે… ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન એક મહિનો લંબાવીને આપી દીધી ચેતવણી