સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. જોકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડશે.
આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે 30 જૂને સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં 1 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 થી 27 જૂન સુધીમાં 90 મીમી વરસાદ પડવો જોઈએ. તેની સામે માત્ર 52 ટકા વરસાદ પડ્યો છે. એટલે કે 48 ટકા વરસાદ હજુ ઓછો છે.
ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદના કારણે ગુજરાતના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી હવામાનની આગાહી કરી છે. જેમાં ઓરેન્જ એલર્ટ એટલે કે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજે (27 જૂન) રાજકોટ, જામગઢ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, ભરૂચ અને સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 28 જૂનની આગાહી કરી છે. તેણે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.