ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. જે વરસાદી સિસ્ટમ રચાઈ હતી તે કચ્છમાંથી પસાર થઈને હવે અરબી સમુદ્ર પર છે, જેની અસર ગુજરાત પર પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા હવે ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ પછી ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી સારો વરસાદ પડશે. હવે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જોકે, હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છની વાત કરીએ તો, કચ્છમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે.
22 ઓગસ્ટથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરંબદર, રાજકોટ, મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓ અને દમણ અને દાદરા નગર હવેલીના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે 21 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદની આગાહી બાદ, માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં 23 થી 25 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી શકે છે. તેમણે કહ્યું કે પર્યુષણ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદી ઝાપટાથી ભારે વરસાદ પડી શકે છે. હાલમાં વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને પાંચમી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં વિરામ બાદ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ફરી વધશે. હવામાન વિભાગે રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડેલોના આધારે, આગામી 15 દિવસમાં બંગાળની ખાડીમાં ચાર લો-પ્રેશર સિસ્ટમ્સ બનવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર પડશે. આમાંથી બે સિસ્ટમ્સ ખૂબ જ મજબૂત હશે, જે ડિપ્રેશન અથવા ડિપ્રેશનની શ્રેણીમાં પહોંચી શકે છે. આને કારણે, આગામી ચાર દિવસમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.