રાજસ્થાનથી એક ઘટના સામે આવી છે મુંબઇ પોલીસે રાજસ્થાન જઈને 9 માં ધોરણમાં ભણતા 15 વર્ષના સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી છે કારણકે તેને ઓનલાઇન વર્ગ દરમિયાન વિદ્યાર્થી શિક્ષિકાની સામે ઘણી વખત પોતાનો ખાનગી ભાગ બહાર કાઢ્યો હતો
ટાઇમ્સ નાઉમાં પ્રકાશિત થયેલ એક અહેવાલ પ્રમાણે 15 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે ઓનલાઇનચાલુ ક્લાસે ખાનગી ભાગો બતાવવાની આ ઘટના અનેક વખત બની હતી. જે બાદ મહિલા શિક્ષકે વર્ગ બંધ કરવાનો વિચાર પણ કર્યો હતો. પરંતુ બાદમાં પીડિત મહિલા શિક્ષકે આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ મુંબઇના સકીનાકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે સર્વેલન્સ દ્વારા પોલીસે આરોપી છોકરાને શોધી કાઢ્યો છે અને રાજસ્થાનથી તેની ધરપકડ કરી હતી. ગયા મહિને પણ મુંબઈ પોલીસની એક ટીમ આ કેસની તપાસ માટે રાજસ્થાન પહોંચી હતી. આરોપી વિદ્યાર્થીની જેસલમેરથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે મજાકમાં ક્લાસ દરમિયાન પોતાનો ખાનગી ભાગ બતાવ્યો હતો. ધરપકડ બાદ આરોપી વિદ્યાર્થીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ચિલ્ડ્રન્સ રિફોર્મ હોમમાં મોકલવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી વિદ્યાર્થી પાસેથી લેપટોપ મેળવ્યું છે. અને આરોપીએ તેના લેપટોપમાં ગાર્ડ લગાવી રાખ્યું હતું જેથી તેના આઈપી ટ્રેક ન કરી શકાય. વિદ્યાર્થીએ હોશિયારીથી આ ઘટનાને અંજામ આપતી વખતે પોતાનો ચહેરો છુપાવ્યો હતો, પરંતુ એકવાર મહિલા શિક્ષિકાએ આરોપીની પૃષ્ઠભૂમિનો સ્ક્રીનશોટ લીધો. આ સ્ક્રીનશોટ તપાસમાં પોલીસ ટીમને મદદ કરી.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…