દેશમાં ઇલેક્ટ્રિક કારની ઝડપથી વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને તમામ મોટી કંપનીઓએ તેમની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે.ત્યારે તમે પણ ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો અહીં તમે ભારતની ટોચની 3 ઇલેક્ટ્રિક કારો વિશે જણાવી રહ્યા છીએ જે તમને 452 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપશે.
ત્યારે અહીં રેન્જના આધારે હ્યુન્ડાઇ કોના, એમજી ઝેડએસ ઇવી અને ટાટા નેક્સન ઇવીની પસંદગી કરી છે, જેથી તમને આ ત્રણેયની કિંમત, ફીચર્સ, ડ્રાઇવિંગ રેન્જ અને સ્પષ્ટીકરણોની સંપૂર્ણ વિગતો જાણવા મળશે.
હ્યુન્ડાઇ કોના: હ્યુન્ડાઇ કોના કંપનીની પહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં કંપનીએ 39.2 kWh ક્ષમતાની બેટરી પેક આપી છે. ત્યારે તેની સાથે આપેલ ઇલેક્ટ્રિક મોટર 136 PS ની પાવર અને 394.9 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.આ કારની ડ્રાઇવિંગ રેન્જ અંગે કંપનીનો દાવો કરે છે કે આ કાર સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ 452 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
બેટરીને લઈને કંપની દાવો કરે છે કે કોનામાં આપવામાં આવેલી બેટરી ફાસ્ટ ચાર્જર દ્વારા ચાર્જ કરીને માત્ર 60 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.ત્યારે સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવા પર 6 કલાક લાગશે. ત્યારે ઝડપ અંગે કંપનીનું કહેવું છે કે આ કાર 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માત્ર 9.7 સેકન્ડમાં હાંસલ કરે છે. કારની શરૂઆતની કિંમત 23.79 લાખ રૂપિયા છે જે ટોપ મોડલમાં 23.97 લાખ રૂપિયા સુધી જાય છે.
ટાટા નેક્સન EV: ટાટા નેક્સન તેની કંપનીની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી છે, તેની સફળતાનો લાભ લેવા માટે, કંપનીએ તેનું ઇલેક્ટ્રિક વેરિએન્ટ લોન્ચ કર્યું છે.ત્યારે કંપનીએ આ કારમાં 30.2 kWh ક્ષમતાની બેટરી પેક આપી છે, જેની સાથે મોટરને 129 PS પાવર અને 245 Nm ટોર્ક આપવામાં આવ્યો છે.
ટાટા નેક્સન EV ની ડ્રાઇવિંગ રેન્જ અંગે કંપનીનો દાવો કરે છે કે આ કાર સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ 312 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપે છેફાસ્ટ ચાર્જર દ્વારા કારની બેટરી માત્ર 60 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. પરંતુ આ કારને સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવા પર, સંપૂર્ણ ચાર્જ કરવામાં 8 કલાકનો સમય લાગે છે.
Read More
- ૧ લાખ ૬૮ હજાર રૂપિયા પેન્શન! પીએમ મોદીના પત્ની જશોદાબેનને બીજા કયા લાભ મળે છે?
- નવરાત્રી દરમિયાન ઘરમાં આ છોડ વાવો, તમારા પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિનો માહોલ રહેશે.
- પિતૃ પક્ષની એકાદશીનો મહાસંયોગ, વૃષભ, કર્ક, કન્યા સહિત આ 3 રાશિઓને મળશે સૌભાગ્ય
- … અને આ 1.15 લાખ પુરા, 10 ગ્રામ = 1.15 લાખ, નવરાત્રિ પહેલાં જ સોનાના ભાવમાં જબ્બર તેજી
- બે વખત કરડનાર કૂતરાને થશે ‘આજીવન કેદ’ની સજા, સરકારે જાહેર કર્યું નવું ફરમાન, લોકોમાં ગંભીર ચર્ચા