નવજોત સિમી પંજાબની વતની છે અને તેનો જન્મ 21 ડિસેમ્બર 1987 ના રોજ પંજાબના ગુરદાસપુરમાં થયો છે.ત્યારે તેને શરૂઆતનું શિક્ષણ પંજાબના પાઠોવાલની પંજાબ મોડેલ પબ્લિક સ્કૂલમાંથી લીધું.
નવજોત સિમી બિહાર કેડરની 2017 બેચના આઈપીએસ અધિકારી છે ત્યારે તે તેના કામ સિવાય તે લૂક માટે ઘણા ચર્ચામાં રહે છે. સિમિને યુપીએસસીની પરીક્ષાના બીજા પ્રયત્નમાં સફળતા મળી અને તે આઈપીએસ બન્યા તાજેતરમાં એસ્પિરન્ટ નામની એક વેબસીરીઝ આવી હતી, જેમાં યુપીએસસીની તૈયારી કરતા ત્રણ મિત્રોની કહાની વર્ણવામાં આવી છે. ત્યારે તમને જણાવી રહ્યા છીએ આવા જ કેટલાક લોકોની કહાની જેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી યુપીએસસી પાસ કર્યો.
યુપીએસસીના અહેવાલ પ્રમાણે નવજોત સિમી આઈપીએસ અધિકારી બનતા પહેલા ડોક્ટર હતા. જુલાઈ, 2010 માં સિમીએ બાબા જશવંતસિંહ ડેન્ટલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લુધિયાણાથી બેચલર ડેન્ટલ સર્જરી ની ડિગ્રી મેળવી છે અને ડોક્ટર બન્યા.
નવજોત સિમીનું બાળપણથી જ આઈપીએસ અધિકારી બનવા માંગતા હતા અને ડોક્ટર બન્યા બાદ તે પોતાનું સપનું ભૂલી શક્ય નહીં. સિમીએ દિલ્હી આવીને યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી અને વર્ષ 2016 માં પહેલી વાર સિવિલ સર્વિસની પરીક્ષા ક્લિયર કરી હતી, પરંતુ ઇન્ટરવ્યૂની બહાર આગળ વધી શકી નહીં.
પહેલા પ્રયાસમાં નિષ્ફળ થયા બાદ નવજોત સિમી હાર માની ન હતી અને તેમને 2017 માં આઈપીએસ અધિકારી બન્યા, જેમાં 735 મા ક્રમ મેળવ્યો હતો.યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ નવજોત સિમીએ બિહાર કેડર મળ્યું અને હાલમાં તે પટણામાં એસપી પદ પર છે
નવજોત સિમીનો લૂક કોઈ મોડેલથી ઓછો નથી ત્યારે તે કામ સિવાય તે લૂક માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. સિમી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને સતત તેના ફોટા શેર કરતી રહે છે.
Read more
- એકનાથ શિંદેની અસલી તાકાત અહીં છુપાયેલી છે, 57 ધારાસભ્યો માત્ર દેખાડો છે, તેથી જ ભાજપ ગડબડ નથી કરી રહ્યું!
- માત્ર 10 હજાર રૂપિયામાં 70 kmplની માઈલેજ આપતી આ બાઇક ઘરે લાવો, જાણો EMI
- રાજકોટમાં મોરારી બાપુની રામકથામાં રૂ. 60 કરોડના દાનની ગંગા વહી..
- મુકેશ અંબાણીનો મોટો ધમાકો….લોહીના એક ટીપાથી કેન્સર જાણી શકાય છે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરી બતાવ્યું
- મહાદેવની કૃપાથી આ 3 રાશિઓનો રહેશે શુભ દિવસ, વરસાદની જેમ ધનનો વરસાદ થશે!