દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સતત માંગ વધી રહું છે ત્યારે કંપનીએ ધ્યાનમાં રાખીને તેમના ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઇક અને કાર માર્કેટમાં લાવવાનું શરૂ કર્યું છે. જેમાં ઘણા નવા સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.આજે અમે તમને આવી ઇલેક્ટ્રિક બાઇક વિશે જણાવી રહ્યા છીએ જે ખૂબ જ ઓછી કિંમતે સારી રેન્જ અને સ્ટાઇલ આપે છે. ત્યારે વાત કરી રહ્યા છીએ હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની Atumobile Pvt Ltd. ની ઇલેક્ટ્રિક બાઇક Atum 1.0 ની.
કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇક 2020 માં લોન્ચ કરી હતી. ત્યારે આ બાઇકની શરૂઆતની કિંમત 49,999 રૂપિયા રાખવામાં આવી હતી આ બાઇક ખરીદવા માટે, તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો. કંપની આ બાઇક સમગ્ર ભારતમાં પહોંચાડી રહી છે.
ત્યારે આ ઇલેક્ટ્રિક બાઇકની શરૂઆતની કિંમત 49,999 રૂપિયા છે. પણ જો તમે તેને દિલ્હીમાં ખરીદો છો, તો તમારે તેના માટે 54,442 રૂપિયા ચૂકવવા પડશે.ત્યારે આ ઓન-રોડ કિંમતમાં 2,999 રૂપિયાના RTO ચાર્જ અને 1,424 રૂપિયાના વીમા ચાર્જ શામેલ છે. અને આ સિવાય દેશના વિવિધ રાજ્યોમાં આ બાઇકની કિંમત અલગ અલગ હોઈ શકે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ એક ખૂબ જ શક્તિશાળી ઇલેક્ટ્રિક બાઇક છે. જે આ સેગમેન્ટમાં સૌથી આર્થિક પણ સાબિત થશે.ત્યારે આ બાઇકમાં કંપનીએ 47V, 27Ah ની પોર્ટેબલ લિથિયમ-આયન બેટરી આપી છે. જેની સાથે 250 વોટની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે.
આ ઇલેક્ટ્રિક બાઇક સંપૂર્ણ ચાર્જ થવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. ત્યારે કંપનીના જણાવ્યા પ્રમાણે આ બાઇક ફુલ ચાર્જ કર્યા બાદ 100 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. જેમાં તમને 35 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ બાઇકની ટોપ સ્પીડ 35 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે જેથી આ બાઇક ચલાવતી વખતે તમને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર ન પડે.આ લિથિયમ આયન બેટરી પર કંપની દ્વારા 2 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ બાઇકમાં આપવામાં આવેલી બેટરીનું કુલ વજન 6 કિલો છે.
કંપનીનો દાવો છે કે આ બેટરી ચાર્જ કરવા માટે માત્ર 1 યુનિટ વીજળી લે છે. જે મુજબ એસ બાર ચાર્જ કરવા માટે માત્ર 7 રૂપિયાનો ખર્ચ થશે, જેમાં તે 100 કિમીની રેન્જ આપશે.
Read More
- દિવાળીના દિવસે ચુપચાપ કરો આર્થિક લાભ માટે આ ઉપાય, વર્ષભર મળશે પ્રગતિ!
- ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પર ગુજરાત સરકારનું કડક વલણ, આ અધિકારીઓ નોકરી ગુમાવી શકે છે!
- પેટ્રોલ ડીઝલને લઈને સરકારનો મોટો નિર્ણય, પ્રતિ લીટર 14 રૂપિયા ઘટશે! ડીલરોને દિવાળીની ભેટ
- રેલ્વેમાં હવે ફ્લાઇટ જેવો નિયમ લાગુ, ઉલ્લંઘન કરવા પર લાગશે ભારે દંડ, જાણી લો ફટાફટ
- IPL 2025: ધોની, જાડેજા…ચેન્નઈ સુપર કિંગ્સે રીટેન્શન લિસ્ટ શેર કર્યું! ચાહકો માટે સસ્પેન્સ