ભારતમાં બાઇક ખરીદવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા સૌથી વધારે માઇલેજ આપતી બાઈક આવે છે અને ત્યારબાદ કિંમત આવે છે અને તે પછી અન્ય સુવિધાઓ આવે છે.ત્યારે દેશમાં માધ્યમ વર્ગમાં આ માઇલેજ બાઇકની સૌથી વધુ માંગ રહે છે, જેના કારણે કંપનીઓ સતત સારી માઇલેજવાળી બાઇક્સ લોન્ચ કરે છે.
માઇલેજ બાઇકની આ માંગને કારણે બજારમાં આ બાઇકોની વિશાળ શ્રેણી છે જે બજેટમાં ફિટ બેસે છે અને વધુ માઇલેજ આપે છે. ત્યારે તેમાં બજાજ, ટીવીએસ, હીરો મોટોકોર્પ જેવી મોટી કંપનીઓ આ બાઇક્સ બનાવવામાં સામેલ છે.
બજાજ સીટી 100: બજાજ કંપનીની આ બાઇક કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે ત્યારે પુરા ભારતમાં સારી રીતે પસંદ કરવામાં આવી છે. ત્યારે લોકોના આ વિશ્વાસનું સૌથી મોટું કારણ આ બાઇકની માઇલેજ અને કિંમત છે.
કંપનીએ આ બાઇકને 102 cc નું એન્જિન આપ્યું છે ત્યારે તે 7.5 bhp નો પાવર અને 8.34 Nm નો ટોર્ક જનરેટ કરે છે.આ બાઇકમાં 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.ત્યારે આ બાઇકની માઇલેજની વાત કરીએ તો કંપની દાવો કરે છે કે આ બાઇક 104 કિમી સુધી માઇલેજ આપે છે. ત્યારે આ બાઇક 43,954 રૂપિયાની કિંમત સાથે ખરીદી શકાય છે.
BAJAJ PLATINAની કિંમત 59,859 રૂપિયા, એક્સ-શોરૂમ છે.ત્યારે બજાજે આ બાઇકમાં 4-સ્ટ્રોક, DTSi સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 7.9Ps નો પાવર અને 8.3Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 1 લીટર પેટ્રોલમાં 90 કિમીની માઇલેજ આપે છે.
Hero HF DELUXE – હીરો મોટોકોર્પની આ બાઇક દેખાવ અને આરામથી ખૂબ સારી છે. ત્યારે આ બાઇકના બેઝ વેરિએન્ટની કિંમત એક્સ-શોરૂમ 51,200 રૂપિયા છે ત્યારે ટોપ વેરિએન્ટની કિંમત 60,025 રૂપિયા છે. આ સાથે કંપનીએ આ બાઇકમાં 97.2cc એન્જિન આપ્યું છે જે 5.9kw નો પાવર અને 8.5Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક એક લિટર પેટ્રોલમાં 60 થી 70 કિમીની માઇલેજ આપે છે.
ટીવીએસ સ્પોર્ટ બાઇક – આ બાઇકનું નામ ટીવીએસની સૌથી વધુ વેચાતી બાઇકમાં લેવામાં આવે છે.ત્યારે આ બાઇકની કિંમત પણ ઘણી ઓછી છે. ત્યારે લોકોને આ બાઇક ઘણી પસંદ કરી રહ્યા છે. TVS સ્પોર્ટ બાઇકની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 56,100 રૂપિયા છે. કંપનીએ આ બાઇકમાં 109cc નું એન્જિન આપ્યું છે જે 8.18bhp નો પાવર જનરેટ કરે છે.
Read More
- નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે, જાણો માતાનો પ્રસાદ અને મંત્ર શું છે
- શું તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે? નવરાત્રી દરમિયાન આ ઉપાયો અજમાવો, જલ્દી શરણાઈ વાગશે!
- મ્યાનમારમાં ભૂકંપ મુસ્લિમો માટે આફત બન્યો, નમાજ પઢતી વખતે 700 લોકોના મોત, 60 મસ્જિદો ધરાશાયી
- ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપે તબાહી મચાવી, શું ગ્રહોએ પોતાનો ખેલ શરૂ કરી દીધો છે?
- 1 એપ્રિલથી બદલાઈ જશે ટોલ સિસ્ટમ, ભાવ વધશે કે ઘટશે? નવી નીતિમાં થશે આટલા ફેરફારો