કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ને પેટ્રોલ અને ડીઝલનો સારો વિકલ્પ માનવામાં આવે છે. ભારતમાં ઘણા વર્ષોથી CNG કારનો ઉપયોગ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોએ લોકોને અન્ય વિકલ્પો શોધવાની ફરજ પાડી છે. આવી સ્થિતિમાં તેમના માટે CNG કાર એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવી છે.
મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ જેવી કંપનીઓ દેશમાં શાનદાર CNG કાર ઓફર કરે છે. ત્યારે, લોકોમાં CNG કારનો ટ્રેન્ડ જોઈને કંપનીઓ પણ નવી CNG કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવી CNG કાર આ વર્ષે ભારતમાં દસ્તક આપી શકે છે.
આ 5 આવનારી CNG કાર ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે
મારુતિ સ્વિફ્ટ CNG: મારુતિ સુઝુકી સ્વિફ્ટનું ત્રીજી પેઢીનું મોડલ તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર છે. હાલમાં, આ મોડેલ પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પો સાથે બજારમાં ઉપલબ્ધ છે. અહેવાલો અનુસાર, મારુતિ કંપની સ્વિફ્ટના આ મોડલના સીએનજી વેરિઅન્ટને પણ ટૂંક સમયમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
મારુતિ બલેનો CNG: મારુતિ બલેનોને સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બજારમાં આ કાર બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે વેચાય છે. અગાઉ તેમાં ડીઝલ એન્જિન પણ મળતું હતું, જે હવે બંધ કરી દેવામાં આવ્યું છે. મારુતિ સુઝુકી આ કારને ડીઝલ એન્જિનના બદલે CNG વર્ઝનમાં લાવવાની તૈયારી કરી રહી છે.
મારુતિ વિટારા બ્રેઝા CNG: મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા ભારતની શ્રેષ્ઠ કારમાંથી એક છે. આ કાર વાજબી કિંમતે વાજબી પ્રદર્શન સાથે આવે છે. ફેસલિફ્ટ બાદ આ કાર માત્ર પેટ્રોલ મોડમાં જ વેચાય છે. કંપની ટૂંક સમયમાં મારુતિ વિટારા બ્રેઝાના CNG વેરિઅન્ટને પણ લોન્ચ કરી શકે છે.
Tata Altroz CNG: ટાટા મોટર્સની કાર તેની સ્ટાઇલ અને સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે. Tata Altroz પણ તે કારમાંથી એક છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પોમાં આવે છે. ટાટા મોટર્સ આ વર્ષે આ લક્ઝુરિયસ કારનું CNG વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે.
Tata Nexon CNG: Tata Nexon કંપનીની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. ભારતીય કાર ખરીદદારોમાં ખૂબ જ લોકપ્રિય, આ કાર ખૂબ જ ટૂંક સમયમાં CNG વેરિઅન્ટમાં પણ દસ્તક આપી શકે છે. 1.2L ટર્બો-પેટ્રોલ એન્જિનનો પાવર આગામી Nexon CNGમાં પણ મળી શકે છે.
read more…
- ભારતના હવાઈ હુમલામાં લશ્કરના 62 આતંકવાદીઓ અને હેન્ડલર માર્યા ગયા, સંખ્યા વધી શકે છે – સૂત્રો
- ભારતે પહેલગામનો બદલો કેવી રીતે લીધો, પાકિસ્તાનમાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની કહાની..
- ભારતની એર સ્ટ્રાઇક પછી LoC પર તોપમારો બાદ, પાકિસ્તાને નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા
- ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને કેવી રીતે શોધી કાઢ્યા? આ એજન્સીને કારણે સફળતા મળી
- ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો, પાકિસ્તાનના 9 આતંકી કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક..ઓપરેશનને આખી રાત મોદીએ મોનિટર કર્યું