ઓનલાઈન વેચાણની આડમાં દેશવિરોધી કામ
સુરત SOGએ સરથાણાનાં યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં કાપડનું ઓનલાઈન વેચાણ કરતી ઓફીસામાંથી નકલી નોટ બનાવવામાં આવતી હોવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુદ્દામાલ સહિત રાહુલ, ભાવેશ અને પવનને પકડી જેલ હવાલે કર્યા હતા. તેમજ SOGએ સ્થળ પરથી એક લાખની નકલી કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને ટીપ મળી અને આરોપીને દબોચી લીધા
સુરતની ઉધના પોલીસ અનુસાર, ઉધના પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં ઓફિસ ધરાવતા અને સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો એક વ્યક્તિ પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપી રહ્યો છે અને શાકભાજી બજાર તેમજ નાની-નાની દુકાનોમાં આ નોટ વટાવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે બનાવટી ચલણી નોટો વટાવવા આવેલ પિન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્યો હતો.
એકની સામે ત્રણ
આરોપીઓએ આ નોટને માર્કેટમાં સરળતાથી વહેતી કરવા જોરદાર કિમિયો અપનાવ્યો હતો. આરોપીઓ એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. આ નકલી નોટ પાનનાં ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરતા હતા. આ જગ્યા પર લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. તેથી સરળતાથી આ નકલી નોટ સર્ક્યુલેશનમાં પહોંચી જાય. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓએ માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે. તેને લઈ તપાસ કરી રહી છે. તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ પાસેથી શું-શું મળ્યું?
આરોપીની તપાસ કરતાં 100 રૂપિયાની 42 બનાવટી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઉન પાટિયા સ્થિત ગુલનાઝ નગર ખાતે આવેલા તેના નિવાસસ્થાન ખાતે પણ દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂ. 100ની વધુ 217 જેટલી બનાવટી નોટ મળી આવી હતી. આ ઉપરાંત ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર મશીન, કટર, કાગળ, મોબાઈલ, 8 જેટલી 50 અને 100 રૂપિયાની અસલ ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.