રેશનકાર્ડ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવું છે ? જાણો સમગ્ર પ્રક્રિયા શું છે

rationcard
rationcard

રેશનકાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજોમાંનો એક છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જ જારી કરવામાં આવે છે. રેશનકાર્ડ દ્વારા ખૂબ જ સસ્તા દરે અનાજ મળે છે.ત્યારે રેશનકાર્ડમાં પરિવારના વડા અને અન્ય સભ્યોનું નામ રહેલું હોય છે.ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારના રેશનકાર્ડ હોય છે અને તેના આધારે દરેક પરિવારનો રાશન ક્વોટા નક્કી કરવામાં આવે છે.

અનેક લોકો બીજા રાજ્યમાં સ્થાયી થાય છે ત્યારે આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે બીજા રાજ્યના નામે રેશનકાર્ડ કેવી રીતે ટ્રાન્સફર કરાવવું? ત્યારે એક રાજ્યથી બીજા રાજ્યમાં રેશનકાર્ડ ટ્રાન્સફર કરવા માટે વ્યક્તિએ તેમના અધિકારક્ષેત્રમાં જરૂરી કચેરીની મુલાકાત લેવી પડે છે.

તમારે એક અરજી આપવી પડશે તેમાં અરજદારને લગતી જરૂરી માહિતી જેમ કે એડ્રેસ પ્રૂફ ,એલપીજી ખરીદી રસીદ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ જેવા દસ્તાવેજો પણ જોડી શકો છો ત્યારે તમારી પાસે તમારું પોતાનું ઘર છે, તો પછી નવીનતમ ટેક્સ રસીદ આપી શકો છો

આ સાથે તમારે પહેલા રહેતા ત્યાંનું રાશન કાર્ડ પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે . રેશનકાર્ડ ટ્રાન્સફર કરવા માટે તમારે અરજી ફી પણ આપવી પડશે.

Read More