હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે… 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હવે તાપમાન ઘટશે, 25 માર્ચે એક ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જ્યારે 26 અને 27 માર્ચે ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 28 માર્ચ પછી તાપમાનમાં વધારો જોવા મળશે. 28 થી 31 માર્ચ દરમિયાન ઉચ્ચ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતમાં હવામાનમાં ફેરફાર વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવશે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર થશે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 19 એપ્રિલથી હવામાન ફરી બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધી શકે છે અને 26 એપ્રિલથી કાળઝાળ ગરમી શરૂ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 42 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.