હાલમાં દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતના ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે. તેમજ ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આજથી વરસાદી વાતાવરણ સામાન્ય રહેશે.
અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 12-13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં ફેરફારને કારણે ભારે વરસાદની સંભાવના છે. 15-16-17 સપ્ટેમ્બરે પશ્ચિમ વિક્ષા આવશે. જેની ગુજરાત પર મોટી અસર પડશે, જેના કારણે 22 થી 25મીએ ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 9 થી 10 ઓક્ટોબર સુધી સૂર્ય ચિત્ર નક્ષત્રમાં વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર આખી રાત કાળા વાદળોથી ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હજુ પણ વરસાદની સંભાવના છે. 13 સપ્ટેમ્બરથી વરસાદ ઉત્તર ભારત તરફ આગળ વધશે. તે પછી, બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ અને દક્ષિણ ચીનમાં બનેલા ચક્રવાતના અવશેષો બંગાળની ખાડીમાં વધુ સક્રિય થશે. 13 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તો પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
તેમણે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી ચક્રવાતની શક્યતા રહેશે. નવરાત્રિ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડશે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વરસાદની અસર જોવા મળી છે. આવી સ્થિતિમાં ઉત્તરા ફાલ્ગુનો નક્ષત્ર બેસી જતાં પરિસ્થિતિ બદલાશે.