દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો હવે CNG કાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે દેશમાં હાલમાં સીએનજી કારની માંગમાં મોટો વધારો આવ્યો છે ત્યારે હ્યુન્ડાઇ અને મારુતિ પછી, હવે ટાટા મોટર્સ પણ CNG કાર લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે કંપની તેની લોકપ્રિય એન્ટ્રી લેવલ હેચબેક ટિયાગોનું સીએનજી વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. ત્યાર આવનારી CNG કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં બજારમાં એન્ટ્રી જોવા મળી શકે છે.
મારુતિ સેલેરિયો CNG: મારુતિ સુઝુકી ભારતીય બજારમાં તેના સેલેરિયોનું નવું મોડલ રજૂ કરવા જઈ રહી છે.ત્યારે કંપની તરફથી આવતી આ કાર પહેલાથી જ CNGમાં મળી રહી છે.ત્યારે હવે કંપની તેને નવા અવતારમાં રજૂ કરવા જઈ રહી છે. ત્યારે જુના મોડલ કરતા કદમાં મોટું હશે.ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મારુતિ તેની નવી સેલેરિયોમાં પણ કંપની ફીટ CNG આપી શકે છે.
મારુતિ સુઝુકી સેલેરિયોના એન્જિન અને પાવર વિશે વાત કરીએ તો, તેને BS6 અનુરૂપ 1.0-લિટર ટ્રિપલ સિલિન્ડર K10B એન્જિન આપવામાં આવી શકે છે જે 67 bhpની મહત્તમ શક્તિ અને 90 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે અને તેને 5-સ્પીડ AGS ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે.
Tata Tiago CNG: દેશની અગ્રણી ઓટોમેકર ટાટા મોટર્સ તેની સૌથી સસ્તું હેચબેક કાર Tata Tiagoનું CNG વેરિઅન્ટ ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.ત્યારે મળતા અહેવાલ પ્રમાણે કંપની તહેવારોની સિઝન દરમિયાન તેની Tiago CNG રજૂ કરશે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક ડીલરોએ 11,000 રૂપિયાની ટોકન રકમ માટે Tiago CNGના ડીલરશિપ લેવલ પર બુકિંગ લેવાનું પણ શરૂ કર્યું છે.
Read More
- પોષ પૂર્ણિમાના દિવસે, આ શુભ સમયે સ્નાન અને દાન કરવાથી ખૂબ પુણ્ય મળશે, જાણો શુભ મુહૂર્તનો સમય
- 30 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ અદ્ભુત સંયોગ, શનિદેવ આ 4 રાશિઓને બનાવશે ધનવાન
- આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..જાણો આજનું રાશિફળ
- લઘુત્તમ પેન્શન રૂ. ૭૫૦૦, સાથે મોંઘવારી ભથ્થું; શું નિર્મલા સીતારમણ બજેટમાં બધાને રાજી-રાજી કરી દેશે?
- 80 કલાક પછી પણ કેલિફોર્નિયાની આગ કેમ કાબુમાં નથી આવી? શું હોલીવુડ બળીને રાખ થઈ જશે?