ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે, ત્યારે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં આવનારી વરસાદી સિસ્ટમ વિશે મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં રચાયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી, આગામી 48 કલાક રાજ્યના ઘણા વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આગામી 48 કલાક અને 24 થી 27 જુલાઈ સુધીનું ગણિત
અંબાલાલ પટેલના મતે, અષાઢ સુદ નોમનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે અને વરસાદ માટે શુભ સંકેત આપે છે. આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવો થી મધ્યમ અને ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થશે. 24 થી 27 જુલાઈ સુધીના આ દિવસોમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા નોંધપાત્ર રીતે વધશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે.
કયા વિસ્તારમાં વરસાદ કેવો રહેશે?
રાજ્યના વિવિધ ઝોન મુજબ વરસાદની શક્યતા નીચે મુજબ છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની સંપૂર્ણ શક્યતા છે. ગોધરા, લુણાવાડા, દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં 27 જુલાઈ સુધી સારો થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
નદીઓમાં નવું પાણી આવશે: ખેડૂતો માટે મહત્વપૂર્ણ સલાહ
બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની મુખ્ય નદીઓના પાણીના સ્તરમાં મોટો વધારો જોવા મળશે. મધ્યપ્રદેશમાં પુષ્કળ વરસાદ પડવાથી નર્મદા નદીના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદથી સાબરમતી નદીમાં પણ નવું પાણી આવશે.
ખેડૂતો માટે ચેતવણી
અંબાલાલ પટેલે તેમના ખેડૂત મિત્રોને ખાસ સલાહ આપી છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી, ખેતરોમાં પાકને નુકસાન ન થાય તે માટે તેઓએ અગાઉથી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવી જોઈએ.
૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ વચ્ચે વરસાદનો બીજો રાઉન્ડ!
આગાહીકર્તા અંબાલાલ પટેલના મતે, જુલાઈના અંત સુધીમાં વરસાદનો બીજો રાઉન્ડ સક્રિય થશે. ૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ વચ્ચે આવનાર આ નવો રાઉન્ડ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક અને મુશળધાર વરસાદ લાવશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં પાણીના બોમ્બ જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં!
