મેટા-માલિકી ધરાવતા WhatsAppએ નવા IT નિયમો 2021ના પાલનમાં જાન્યુઆરી મહિનામાં ભારતમાં 67 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. 1 થી 31 જાન્યુઆરીની વચ્ચે કંપનીએ 6,728,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વ્હોટ્સએપે તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે આમાંથી લગભગ 1,358,000 એકાઉન્ટ્સને યુઝર્સ તરફથી કોઈપણ અહેવાલ પહેલા સક્રિયપણે બેન કરવામાં આવ્યા હતા.
સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને જાન્યુઆરીમાં દેશમાં રેકોર્ડ 14,828 ફરિયાદો મળી હતી અને 10 પર કાર્યવાહી કરવામાં આવી હતી. ‘એકાઉન્ટ્સ એક્શન’ એ એવા અહેવાલોનો સંદર્ભ આપે છે જ્યાં WhatsApp એ રિપોર્ટના આધારે પગલાં લીધાં અને પગલાં લેવાનો અર્થ છે કાં તો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો અથવા અગાઉ બેન થયેલા એકાઉન્ટને ફરી શરૂ કરવું.
કંપનીના જણાવ્યા અનુસાર, ‘આ યુઝર-સિક્યોરિટી રિપોર્ટમાં વોટ્સએપ દ્વારા મળેલી ફરિયાદો અને લીધેલા પગલાઓ તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગને દૂર કરવા માટે WhatsAppની પોતાની ક્રિયાઓ વિશેની માહિતી શામેલ છે.’ લાખો ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે ફરિયાદ અપીલ સમિતિ (GAC) શરૂ કરી છે, જે સામગ્રી અને અન્ય મુદ્દાઓ અંગે તેમની ફરિયાદો પર ધ્યાન આપે છે.
WhatsAppએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે એન્જીનિયરો, ડેટા વૈજ્ઞાનિકો, વિશ્લેષકો, સંશોધકો અને કાયદા અમલીકરણના નિષ્ણાતોની એક ટીમને એસેમ્બલ કરી છે જેથી દુરુપયોગને રોકવા અને તેનો સામનો કરવા ઉપરાંત એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચે સુરક્ષા સુવિધાઓ અને નિયંત્રણો જળવાઈ રહે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે દેશમાં 69 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.