વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સ-બંધ ખૂબ પવિત્ર અને ગુરુ શિષ્યનો માનવામાં આવે છે.ત્યારે દરરોજ એક કહેવત સાંભળવા મળે છે કે પ્રેમ આંધળો હોય છે.અને આ બધાની વચ્ચે હરિયાણાના પાણીપતથી આવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો ત્યારબાદ તે બંને ઘરેથી ભાગી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે એક ખાનગી શાળાની શિક્ષિકા તેના 17 વર્ષના વિદ્યાર્થી સાથે ગુમ થઈ ગઈ છે. પોલીસ આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે.
વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો હંમેશની જેમ ટ્યુશન ભણવા માટે ઘરેથી ગયો હતો અને પરત આવ્યો ન હતો.છોકરાના પિતાએ રિપોર્ટમાં જણાવ્યું છે કે તેનો પુત્ર દરરોજની જેમ દિવસના 2 વાગ્યે મહિલા શિક્ષકના ઘરે ટ્યુશન માટે ગયો હતો પરંતુ પાછો ફર્યો ન હતો.
જ્યારે છોકરો લાંબા સમય સુધી ઘરે પાછો ન આવ્યો ત્યારે પરિવારના સભ્યો શિક્ષકના ઘરે તેને શોધવા ગયા ત્યારે જ્યાં ઘણા સમય પછી તેઓએ તેમની પુત્રી ગાયબ હોવાની માહિતી આપી
પોલીસ શિક્ષક મહિલાનું અને વિદ્યાર્થીની શોધખોળ કરી રહી છે, ત્યારે આજદિન સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસના કહેવા પ્રમાણે બંને મોબાઇલ ફોન સ્વીચ ઓફ એવો રહ્યા છે.છોકરાના પરિવારના સભ્યોએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી છોકરો ટ્યુશન પર જતો હતો.
જ્યારથી લોકડાઉન થતા શાળા બંધ થઇ હતી ત્યારથી વિદ્યાર્થી ચાર-પાંચ કલાક અભ્યાસ માટે દરરોજ મહિલા શિક્ષકના ઘરે જતો હતો.વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે મહિલા શિક્ષકે તેને ફસાવ્યો છે અને તેની સાથે ભાગી ગઈ છે.
તમને જણાવી દઈએ કે મહિલા શિક્ષક છૂટાછેડા લીધેલ છે અને તેણીના માતાના ઘરે રહે છે. આ મહિલા તે જ શાળામાંભણાવે જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે 29 મેના રોજ તે ભણવા ગયો હતો, પરંતુ આજે સુધી તેનો પત્તો લાગ્યો નથી.
Read More
- તમિલનાડુ: કરુરમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ જોઈને શિક્ષણ મંત્રી રડી પડ્યા, વીડિયો સામે આવ્યો
- આ 4 રાશિઓનો ‘રાજયોગ’ આજથી, રવિવારથી શરૂ થશે! મહા-સૌભાગ્ય યોગ ધન, પદ, પ્રતિષ્ઠા અને અપાર સફળતા લાવશે.
- માતા દેવીના આશીર્વાદથી, આ 3 રાશિના જાતકો રવિવારે સફળતા પ્રાપ્ત કરશે અને તેમના પારિવારિક જીવનમાં ખુશીઓ મેળવશે.
- ધનતેરસ પહેલા, દેવી લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, સૂર્યનું ગોચર ભાગ્યનું દ્વાર ખોલશે.
- BSNL 4G સૌથી સસ્તા રિચાર્જ પ્લાનના લોન્ચ સાથે લોન્ચ થયું, જેનાથી ખાનગી કંપનીઓમાં ચિંતા વધી ગઈ.