સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT દ્વારા ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધઅંગેની માહિતી આપવામાં આવી હતી. ડુંગળીની નિકાસ પરનો આ પ્રતિબંધ ગઈકાલથી એટલે કે 8 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે.
ડુંગળીના ભાવને કાબુમાં રાખવા નિર્ણય લેવામાં આવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય ડુંગળીનો સ્થાનિક વપરાશ જાળવી રાખવા અને ભાવને કાબુમાં રાખવા માટે લેવામાં આવ્યો છે. જો કે, નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલાંની 3 સ્થિતિમાં આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.
ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમજૂતી થયા બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી અને ખેડૂતોનો માલ બગડ્યો ન હતો. ત્યારે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઓપન માર્કેટમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની નિકાસ બાદ એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.
ત્રણ-ચાર દિવસ પહેલાના ભાવ અને આજના ભાવ વચ્ચેનો મોટો તફાવત ખેડૂતોનો ભોગવવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 300નો ઘટાડો જોવા મળ્યો હતો. હરાજીમાં એક મણ ડુંગળીના 100 થી 400 રૂપિયા બોલાયા હતા. તો ડુંગળીના ભાવ ઘટવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિકાસ બંધ થયા પછી ડુંગળીના ભાવ એક જ દિવસમાં આટલા કેવી રીતે ઘટી ગયા? ગોંડલ યાર્ડમાં 3 દિવસ પહેલા 90 હજાર કટ્ટાની આવક થઈ હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં શિયાળુ પાકની ખાસ કરીને વસંત ડુંગળીની જંગી આવક જોવા મળી હતી અને હવે યાર્ડ દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને ચિંતામાં રૂ. 300/- ડુંગળીના ભાવમાં.