રાજ્યસભામાં સરકારને સોનાના અનામત અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં તેની માહિતી મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. સાંસદ અનિલ દેસાઈએ નાણાં મંત્રાલયને પૂછ્યું હતું કે શું આરબીઆઈએ કોઈ પણ પ્રકારની કટોકટીની સ્થિતિ માટે સોનાનો સંગ્રહ કરી રાખ્યો છે? જો કર્યો હોય તો 2001 થી 2014 અને 2014 થી 2020 ના વર્ષોમાં આરબીઆઈ પાસે કેટલું સોનું છે?ત્યારે દેસાઇએ સરકારને એ પણ પૂછ્યું કે શું આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ છે, જ્યારે સરકારે આ સોનાને ગીરવે મૂકીને લોન લેવી પડી હોય?
ભારતીય રિઝર્વ બેંક પાસે કુલ સોનાનો સંગ્રહ 12 ગણો કરતા વધુ વધ્યો છે. ત્યારે નાણાં મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી આપી છે. કેન્દ્ર સરકાર વિદેશી વિનિમય અનામતના રૂપમાં ગોલ્ડ રિઝર્વ રાખે છે. સોનાના ભંડારની જાળવણી અને સંચાલન માટે આરબીઆઈ જવાબદારી હોય છે. કટોકટીના કિસ્સામાં આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ સલામતી અને પ્રવાહિતાની દ્રષ્ટિએ પણ રાખવામાં આવે છે. ત્યારે ભારત કરતાં માત્ર પાંચ દેશોમાં સોનાનો વધુ ભંડાર છે.
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ બધા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું કે આરબીઆઈ વિદેશી વિનિમય અનામતના રૂપમાં ગોલ્ડ રિઝર્વ રાખે છે. ત્યારે સલામતી અને પ્રવાહીતા પણ પૂરી પાડે છે. ત્યારે આમાંથી મળેલા વળતરની સુવર્ણ સંરક્ષણ માટે પણ કાળજી લેવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે જુલાઈ 1991 માં RBI એ બેન્ક ઓફ જાપાન અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે 46.91 ટન સોનું ગીરવે મૂકીને 405 મિલિયન ડોલરની લોન લીધી હતી. આ લોનની ચુકવણી સપ્ટેમ્બરથી નવેમ્બર 1991 દરમિયાન પણ કરવામાં આવી છે.
RBI દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પંકજ ચૌધરીએ જણાવ્યું કે 2000-2001માં કુલ સોનાનો અનામત $ 2,725 મિલિયન જથો હતો. જે 2013-2014માં વધીને 21,567 મિલિયન ડોલર થઈ ગયો છે. 2014-2015 થી 2019-2020 સુધીમાં, આ કુલ ગોલ્ડ રિઝર્વ $ 33,880 મિલિયન સુધી પહોંચી ગયું છે. ત્યારે છેલ્લા 20 વર્ષોમાં ભારતનો કુલ સોનાનો ભંડાર 12 ગણા કરતા વધુ વધ્યો છે.
ત્યારે તમને જણાવી દઈએ કે ભારત સિવાય ઘણા અન્ય દેશો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. ત્યારે મોટાભાગના વિકાસશીલ દેશો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે જેથી અમેરિકી ડોલરથી ઉદ્ભવતા જોખમને ઘટાડી શકાય. પરંતુ, ભારત પાસે મહત્તમ ગોલ્ડ રિઝર્વની મર્યાદા પણ છે.
Read More
- મોદી સરકારે રદ કર્યા 6 કરોડ રેશનકાર્ડ , શું તમારું પણ યાદીમાં નામ નથી ને ?
- ICC રેન્કિંગઃ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના આ સ્ટારને પછાડી વિશ્વ નંબર-1 બન્યો
- 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો આ મારુતિ કાર જે 34 કિમીથી વધુ માઈલેજ આપે છે, EMI માત્ર આટલું જ છે
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ