Hyundaiની નવી ઇલેક્ટ્રિક કાર એક જ ચાર્જમાં 480 કિમી ચાલશે,જાણી શું છે તેની કિંમત

hondai
hondai

ભારતના ઓટો સેક્ટરમાં મોટું નામ બનેલી દક્ષિણ કોરિયાની અગ્રણી હ્યુન્ડાઇએ તેની બીજી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. અને આ ઉપરાંત, કંપનીએ આંતરરાષ્ટ્રીય બજાર માટે કેટલીક કારનું પ્રદર્શન પણ કર્યું છે.એ હ્યુન્ડાઇની આયોનીક 5 એક હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત એસયુવી છે જેને વૈશ્વિક સ્તરે ઘણી સફળતા મળી છે.ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આ કાર એલોન મસ્કના ટેસ્લા મોડેલ 3 સાથે હરીફાઈ કરતી જોવા મળે છે.

આ કારમાં હ્યુન્ડાઇએ 72.6 કેડબલ્યુની બેટરી પેક આપ્યા છે. આ બેટરી અંગે કંપનીનો દાવો છે કે આ કાર સંપૂર્ણ ચાર્જ બાદ 480 કિ.મી.દોડે છે. આ સાથે કંપની કારની ટોપ સ્પીડ 185 કિમી પ્રતિ કલાકની હોવાનો દાવો પણ કરી રહી છે.

આ કારની પાવર વિશે વાત કરવામાં આવે તો આ કાર ફક્ત 8.5 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લઇ શકે છે.ત્યારે આ કાર 58 કેડબ્લ્યુએચની સિંગલ મોટર સેટઅપ દ્વારા ચાલે છે જે 168 એચપીની મહત્તમ શક્તિ અને 350 એનએમની મહત્તમ ટોર્ક જનરેટ કરી શકે છે.

Read More