કેન્દ્ર ભારતના રસ્તાઓ પર વાહનોને ઇંધણ આપવા માટે ગ્રીન હાઇડ્રોજન પર વિચાર કરી રહી છે.ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે તેમનું મંત્રાલય ભારતના જળવાયું લક્ષ્યો હાંસલ કરવાના પ્રયાસમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકલ્પ તરીકે કામ માટે સંભવિત પરિવહન બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજન લાવવા માટે ગંભીર છે.
નીતિન ગડકરીએ જે ભૂતકાળમાં વૈકલ્પિક બળતણ તેમજ ઇલેક્ટ્રિક વાહનોના સૌથી વધુ હિમાયતીઓમાંના એક હતા ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ હાઇડ્રોજનથી ચાલતી કારને છૂટ આપવા તૈયાર છે જે હાલમાં ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવી રહી છે.ત્યારે ‘હાઇડ્રોજન અને ગેસ આધારિત ગતિશીલતા’ પર એક પરિષદને સંબોધતા ગડકરીએ જણાવ્યું કે “અમે સંભવિત પરિવહનના બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજનને લગતી સંભાવનાઓ શોધી રહ્યા છીએ. અને અમે ઇલેક્ટ્રિક વાહનો માટે જે પણ છૂટછાટો આપી રહ્યા છીએ, અમે ગ્રીન હાઇડ્રોજન માટે પણ તે જ છૂટ આપી શકીએ છીએ.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે ભારતે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ, ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી પર ખાસ કરીને ભારે ટ્રક, બસો, દરિયાઇ અને ઉડ્ડયન હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ત્યારે ગડકરીએ કહ્યું કે આ પગલાને કેન્દ્રનો ટેકો મળશે અને તેઓ આ બાબતને વધુ અમલીકરણ માટે નાણાં મંત્રાલય અને નીતિ આયોગ સમક્ષ ઉઠાવશે.
જો તેને અમલમાં મુકવામાં આવે તો, હાઇડ્રોજન ઇથેનોલને ઇંધણમાં મિશ્રિત કરવા અંગે સરકારે પહેલું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યા બાદ ભારતમાં ઉપયોગમાં લેવાતું બીજું વૈકલ્પિક બળતણ બનશે.ત્યારે ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પેટ્રોલમાં 12 ટકા અને 15 ટકા ઇથેનોલને મોટર વ્હીકલ ઇંધણ તરીકે ભેળવવાનો નિયમ છે.ત્યારે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાથી ઇંધણની એકંદર કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે, જે ભારતભરમાં અનેક સ્થળોએ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધારે થઈ ગઈ છે. તેને વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને મોંઘા ઇંધણની આયાત ઘટાડવાના માર્ગ તરીકે પણ જોવામાં આવે છે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ