ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હરિયાણા સરકારે 6 કરોડ રૂપિયા રોકડ, વર્ગ એક સરકારી નોકરી, 50 ટકાના દરે નીરજ ચોપરાને રાહત જમીન આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ સાથે સરકારે નીરજના શહેર પંચકુલમાં એક એથ્લેટિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેનું નેતૃત્વ પણ નીરજ ચોપરા કરશે.
નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશવાસીઓને ગૌરવની એક અવિસ્મરણીય ક્ષણ આપી છે.ત્યારે નીરજ ચોપરાએ આ માટે સખત મહેનત કરી હતી અને હવે આ મહેનત તેને ખ્યાતિ અપાવે છે જીત્યા બાદ તેના પર ધન સંપત્તિનો વરસાદ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી નીરજ ચોપરાને લગભગ 14 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબ સરકારે નીરજ ચોપરાને 2 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે.ત્યારે રેલવેએ 3 કરોડ અને મણિપુર સરકારે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આઈપીએલની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે પણ નીરજ ચોપરાને એક કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. સાથે ઈન્ડિગો એરલાઈન્સે નીરજ ચોપરાને એક વર્ષ માટે મફત ટિકિટ આપવાની વાત કરી છે.
બીસીસીઆઈએ નીરજ ચોપરાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એક કરોડ રૂપિયા બીસીસીઆઈ મીરાબાઈ ચાનુ અને રવિ દહિયાને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા બદલ 50 લાખ અને પીવી સિંધુ, લવલીના અને બજરંગ પુનિયાને બ્રોન્ઝ મેડલ જીતવા માટે 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યારે BCCI હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવા માટે 1.25 કરોડ રૂપિયા પણ આપશે.
Read More
- રેલવેએ સતત 2 મહિના માટે ઘણી બધી ટ્રેનો રદ કરી, ગુજરાતીઓ આજે જ જોઈ લો આખું લિસ્ટ
- મારે તો વ્યસન છૂટતું જ નથી… બાબા રામદેવ બધાને ગુટકા છોડાવી દેશે, જાણી લો ટિપ્સ
- VIDEO: છી…છી…છી… મારા અબ્બુએ જ પોતાની 5 દીકરીઓને ગર્ભવતી બનાવી! દરેકને એક એક બાળક છે
- સૌથી સારું અને સસ્તું… 365 દિવસ કોઈ જ જંજટ નહીં! Jio એ લોન્ચ કર્યા 3 નવા વાર્ષિક પ્લાન
- જો તમારા પર લાખોનું દેવું હોય તો આ NGO આપશે 5 લાખ રૂપિયા, ફટાફટ અરજી કરી દો