ગુજરાતમાં ઘણા સમયથી મેંઘરાજા રિસાઇ રહ્યા છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે વિવિધ પાક સુકાવાની આરે છે. વરસાદના અભાવે જમીનમાં પાણીનું સ્તર વધ્યું નથી. ત્યારે કુવામાં પાણી ન હોવાથી ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે લાચાર બન્યા છે. ભારે વરસાદમાં ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો અસહ્ય ગરમીથી પરેશાન બન્યા છે. ત્યારે સવારે ગોંડલમાં હવામાન બદલાયું હતું અને હળવા વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે વરસાદ આવતા જ ગોંડલ પંથકના ખેડૂતો ભારે વરસાદની આશા રાખી રહ્યા છે.
રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી અનામત રાખવાનું અને ચાલુ વર્ષના અષાઢ મહિના પૂર્ણ થયા બાદ જ ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું નક્કી કર્યું છે. 6 ડેમમાંથી પાણી છોડી શકાય એમ છે.
Read More
- સુરેન્દ્રનગર હાઇવે પર SUV સાથે કારનો ભયાનક અકસ્માત, આગ લાગતાં 5 મહિલાઓ સહિત 8 લોકોના મોત
- ભારતની આ 6 જગ્યાએ હનુમાનજી હજુ પણ જીવંત છે, એકવાર પાસે જઈને જે માંગો એ બધું જ બધાને મળે છે
- દિવાળી પહેલા સરકાર આપશે સરકારી કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થું વધીને સીધું આટલું થઈ જશે!
- લંડનના રસ્તાઓ પર વિરાટ અને અનુષ્કા શું કરી રહ્યા હતા? વીડિયો વાયુવેગે થઈ રહ્યો છે વાયરલ
- જેનાથી લોકો લાખો કમાય છે એ YouTube ના માલિક એક દિવસમાં કેટલી કમાણી કરે છે??