કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી સ્ક્રેપ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી હોવાથી 4 ઓક્ટોબરે જાહેર કરાયેલા પાર્સિંગ-રિ-પાર્સિંગ અને ફિટનેસનો દર આસમાને પહોંચી ગયો છે. ત્યારે આનાથી એવી સ્થિતિ પેદા થઈ છે કે જૂના વાહનોને રિપાર્સિંગ કરવાને બદલે સ્ક્રેપ પોલિસી હેઠળ વેચવું વધુ સારું છે.ત્યારે 15 વર્ષ પછી, 5 વર્ષ માટે પાર્સિંગ કરવામાં આવશે. હાલમાં સરકારે ઓટોમેટિક ફિટનેસ સેન્ટર તેમજ સ્ક્રેપ યાર્ડ બનાવ્યું નથી.
રિપાર્સિંગ અને ફિટનેસના નવા દરમાં તોતિંગ વધારો | ||
વાહન | જૂનો દર | નવો દર |
ટુ વ્હીલર રિપાર્સિંગ | રૂ.300 | રૂ.1,000 |
થ્રી વીલર દર વર્ષે ફિટનેસ | 300 | 600 |
થ્રી વીલર 15 વર્ષ પછી રિપાર્સિંગ | 600 | 3,500 |
કાર 15 વર્ષ પછી રિપાર્સિંગ | 600 | 5,000 |
ટ્રક વર્ષે ફિટનેસ | 800 | 1,500 |
ટ્રક 15 વર્ષ બાદ રિપાર્સિંગ | 1,200 | 12,500 |
ઈમ્પોર્ટેડ ટુ વ્હીલર નવું રજિસ્ટ્રેશન | 300 | 2,500 |
ઈમ્પોર્ટેડ ટુ વ્હીલર 15 વર્ષ બાદ રિપાર્સિંગ | 600 | 10,000 |
ઈમ્પોર્ટેડ ફોર વ્હીલર 15 વર્ષ પછી રિપાર્સિંગ | 5,000 | 40,000 |
ફિટનેસ અને રિપેર માટે ઓટોમેટિક અને મેન્યુઅલ માટે કિંમતો અલગથી જાહેર કરવામાં આવી છે.ત્યારે ઓટોમેટિક ફિટનેસ સેન્ટર રાજ્યમાં એકમાત્ર છે. ત્યારે આ દર સાથે ઓટોમેટિક સેન્ટરમાં વધારાના રૂ .400 ચૂકવવા પડશે. ERTO એ.એમ.પટેલે જણાવ્યું હતું કે સોફ્ટવેર બદલાતાની સાથે જ નવા દર લાગુ કરવામાં આવશે. ત્યારે તે હજી બદલાયો નથી. RTO માં દર મહિને 2200 વાહનો ફિટનેસ માટે આવે છે. ભાવવધારાને પગલે મંદીના કારણે વપરાયેલા વાહનોના બજારને અસર થવાની સંભાવના છે.
Read More
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે
- LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો, તમારા શહેરમાં કેટલો ભાવ વધ્યો?
- તમારા કર્મોનું પરિણામ અહીં જ મળશે, શનિદેવે રાશિ બદલી, આ 3 રાશિઓની કઠિન પરીક્ષા લેશે અને વર્ષના અંત સુધી તેમને એકલા નહીં છોડે
- મોટો આંચકો: રસોઈ ગેસ મોંઘો થયો, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો
- પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો! સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો