દેશની સૌથી મોટી ઓટોમેકર મારુતિ સુઝુકીએ ભારતમાં તેની નવી હેચબેક સેલેરિયો કાર લોન્ચ કરવા જઈ રહી છે.ત્યારે એક રિપોર્ટ પ્રમાણે આ નવી પેઢીની હેચબેક કારને 10 નવેમ્બરે ભારતીય કાર માર્કેટમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.ત્યારે તમને યાદ હશે કે કંપનીએ તાજેતરમાં 11,000 રૂપિયાની રકમમાં નવી સેલેરિયોનું બુકિંગ શરૂ કર્યું છે, અને તમે આ કારને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બુક કરી શકો છો.
ત્યારે નવી Celerio મારુતિના K10C એન્જિન આપવામાં આવ્યું છે. જે કંપની દ્વારા બંધ કરાયેલ બલેનો RS મોડલ પર પણ જોવામાં આવ્યું છે. ત્યારે મારુતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે આ એન્જિન ડ્યુઅલજેટ ટેક્નોલોજી સાથે આવે છે જેમાં એક સિલિન્ડર દીઠ બે ફ્યુઅલ ઇન્જેક્ટર હોય છે.ત્યારે મારુતિ સુઝુકી ફરી એકવાર નવી સેલેરિયો પર મોટો દાવ લગાવી રહી છે.
આ કારની ડિઝાઇનમાં ઘણા મોટા અપડેટ્સ જોવા મળશે. 2021 Celerio ને વધુ ગોળાકાર બાહ્ય પ્રોફાઇલ મળે છે અને તે ફ્રેશ ફ્રન્ટ ગ્રિલ, બોલ્ડ કેરેક્ટર લાઇન સાથે આવે છે. તે જ સમયે, તેની કેબિનમાં ડેશબોર્ડ લેઆઉટ પહેલા કરતા વધુ આધુનિક બની ગયું છે.
કંપનીનો દાવો કરે છે કે સેલેરિયામાં આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવશે. જેના કારણે તેની માઈલેજનો અંદાજ પહેલા કરતા વધુ રહેશે ત્યરાએ કંપનીએ આ કારની માઈલેજ સત્તાવાર રીતે જાહેર કરી નથી પણ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે દેશની સૌથી વધુ માઈલેજ ધરાવતી કાર હશે.
નવી સેલેરિયોનું લોન્ચિંગ મારુતિ સુઝુકી માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ વૈશ્વિક સેમિકન્ડક્ટરની અછતને કારણે તેનું ઉત્પાદન ચોક્કસપણે વિલંબિત થઈ શકે છે. મારુતિ કહે છે કે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે ડિલિવરી સમયરેખાને પ્રાથમિકતા આપવામાં આવે.
Read More
- બાપ રે: શરીરમાં આ વાયરસ ઘુસી ગયો એટલે મૃત્યુ પાક્કું, હજુ સુધી કોઈ નથી જીવ્યું!
- વાંઢાઓ માટે મોટા સમાચાર, ભારતીય પુરુષો સાથે લગ્ન કરવા મુસ્લિમ દેશની છોકરીઓની લાંબી લાઈન લાગી
- વગાડી નાખો ઢોલ અને શરણાઈ… કાવ્યા મારન કરશે અનિરુદ્ધ સાથે લગ્ન, રજનીકાંતે વાત ચલાવી
- અહો આશ્રર્યમ! તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એ મંદિરમાં નીતા અંબાણીએ કર્યું કરોડનું દાન
- દેશનું સૌથી અનોખું મંદિર: લોકો અહીં ભગવાન પાસે મોત માંગવા જાય, જાણી લો ધર્મરાજ ધામ વિશે