સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો આવ્યો હતો ત્યારે તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે. ત્યારે એમસીએક્સ પર સોનાનો વાયદો 0.23 ટકા અથવા રૂ. 114 ઘટીને રૂ. 49200ના સ્તરે ટ્રેડ થયો હતો. સાથે ચાંદી 0.90 ટકા એટલે કે 601 રૂપિયા ઘટીને 66543 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની કિંમત
ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્પોટ ગોલ્ડ 0.3 ટકા ઘટીને $1857.96 પ્રતિ ઔંસ પર છે. તે જ સમયે, સોનાનો વાયદો 0.4 ટકા ઘટીને $1860.50 પ્રતિ ઔંસ પર છે.
ત્યારે તમને જણાવી દઈએ કે ગત સપ્તાહમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.ત્યારે છેલ્લા 10 દિવસમાં સોનું 1765 રૂપિયા મોંઘુ થયું છે. ત્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3557નો વધારો થયો હતો.
સોનું 7000 રૂપિયા સસ્તું
ઓગસ્ટ 2020 માં સોનાએ માર્કેટમાં 56200 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી ત્યારે આપણે આ પર નજર કરીએ તો, સોનાના ભાવ હજુ પણ 7000 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બજારમાં હજુ પણ સોનું 8000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
Read More
- ભારતને હવે એશિયા કપ ટ્રોફી નહીં મળે? ICC ના નિયમો શું છે?
- નકવીએ એક કલાક રાહ જોઈ, ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો
- એશિયા કપ જીત્યા પછી ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ, BCCI એ માલામાલ બનાવી દીધા.
- મા કાલરાત્રિની પૂજા કરવાથી ભૂત, આત્મા અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળે છે. માતા દેવીના સ્વરૂપને જાણો.
- ચેમ્પિયન ભારતને કરોડોની ઇનામી રકમ મળી, પાકિસ્તાને પણ કમાણી કરી; ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ ને પણ પૈસાનો વરસાદ થયો.