સોનું ખરીદનારાઓ માટે લગ્નની સીઝનમાં સારા સમાચાર આવ્યા છે. ત્યારે આ ટ્રેડિંગના બીજા દિવસે આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.ત્યારે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ પ્રમાણે સોનું આજે પ્રતિ દસ ગ્રામ રૂ. 44 ઘટીને રૂ. 47831 પર ખુલ્યું હતું. ત્યારે સોમવારે સોનું 47875 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. સાથે આજે ચાંદી 145 રૂપિયા પ્રતિ કિલો વધીને 61137 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સ્તર પર ખુલી છે. સોમવારે ચાંદી 60992 પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટથી વિપરીત, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. ત્યારે એમસીએક્સ પર સોનું રૂ.23ના વધારા સાથે રૂ.47937ના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી રૂ.310ના ઉછાળા સાથે રૂ.61580ના સ્તરે કારોબાર કરી રહી છે.
આ રીતે, આજે 24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 47831 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 23 કેરેટ સોનું રૂ. 47639 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું રૂ. 43813 પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનું રૂ. 35873 પ્રતિ 10 ગ્રામ અને 14 કેરેટ સોનું રૂ. 27981 પ્રતિ 10 ગ્રામ સ્તર.
સોનું રૂ.8369 અને ચાંદી રૂ.18843 સસ્તું થઈ રહ્યું છે
જો કે, આટલા ઉછાળા છતાં, સોનું તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ રૂ. 8369 પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. બીજી તરફ, ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ 18843 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.
Read More
- ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા પહેલા પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને જામ કરી દીધી હતી, ચીન પણ ભારતની ટેકનોલોજીથી આશ્ચર્યચકિત થઈ ગયું
- હિરોશિમા-નાગાસાકીનો વિનાશ… જો તમને તેના વિશે ખબર હોય, તો તમે ક્યારેય પરમાણુ યુદ્ધનું નામ નહીં લો !
- કિરાના હિલ્સ: પાકિસ્તાનના પરમાણુ મથકમાં રેડિયેશન લીક! અમેરિકાનું મોટું નિવેદન આવ્યું
- ‘અમે હવે આઝાદ છીએ, અમે બલૂચી છીએ, પાકિસ્તાની નથી’, બલૂચ નેતાઓનું મોટું એલાન; આ માંગ ભારત પાસે કરી આ માંગણી
- અંબાલાલ પટેલની ભયંકર આગાહી ….આગામી ત્રણ દિવસ તોફાની વરસાદની આગાહી; કૃતિકા નક્ષત્ર ગુજરાતમાં મચાવશે તબાહી