હોળાષ્ક હોળીના આઠ દિવસ પહેલા લાગી જાય છે. આ વખતે હોળાષ્ટક 17 માર્ચથી 24 માર્ચ સુધી લાગશે. એવું માનવામાં આવે છે કે, આ દરમ્યાન કોઈ પણ શુભ કાર્ય કરવાની ના પાડવામાં આવે છે. હોળાષ્ટકના દિવસથી હોળીની તૈયારીઓ શરુ થઈ જાય છે. ત્યારે આવા સમયે હોળાષ્ટક દરમ્યાન લોકો શુભ કામ નથી કરી શકતા.
હોળાષ્ટક કેમ લાગે છે.
હોળાષ્ટકને લઈને એક પ્રથા પ્રચલિત છે કે, રાજા હિરણ્યકશ્યપ દીકરા પ્રહ્લાદને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા રોકતા હતા. એટલા માટે તેમણે તેને આઠ દિવસ પ્રહ્લાદને કઠિન તકલીફો આપી.
ત્યાર બાદ આઠમા દિવસે બહેન હોલિકાના ખોળામાં પ્રહ્લાદને બોસાડીને સળગાવી દીધા. પણ તેમ છતાં પણ પ્રહ્લાદ બચી ગયા. તેથી આ આઠ દિવસોને અશુભ માનવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્ય થતા નથી.
હોળાષ્ટક દરમ્યાન સોળ સંસ્કાર સહિત તમામ શુભ કાર્યને રોકી દેવામાં આવે છે. આ દિવસોમાં ગૃહ પ્રવેશ અથવા કોઈ અન્ય ભવનમાં પ્રવેશ કરવાની પણ મનાઈ હોય છે. એટલું જ નહીં નવા લગ્ન, નવી છોકરીઓને સાસરિયેની પ્રથમ હોળી જોવાની પણ મનાઈ હોય છે.
હોળાષ્ટક પર આ કામ ન કરો
ફાગણ મહિનાની શુકલ પક્ષની આઠમ તિથિથી હોળાષ્ટક લાગી જાય છે. હોળાષ્ટક લાગતા જ હિન્દુ ધર્મ સાથે જોડાયેલ સોળ સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય ન કરવા જોઈએ. પછી તે નવા ઘર ખરીદવાના હોય કે કોઈ વ્યવસાય શરુ કરવાનો હોય, આ તમામ કામ રોકી દેવામાં આવે છે.
જો આ દરમ્યાન કોઈનું મૃત્યુ થઈ જાય તો તેમના અંતિમ સંસ્કાર માટે પણ શાંતિ કરાવામાં આવે છે. એક માન્યતા અનુસાર, કોઈ પણ નવવિવાહિતાને પોતાના સાસરિયાની પ્રથમ હોળી ન જોવી જોઈએ.
હોળાષ્ટક પર આરાધના કરો
એક તરફ હોળાષ્ટકમાં 16 સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવાનું વર્જિત હોય છે. તો વળી આ સમયે ભગવાનની ભક્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે. હોળાષ્ટક દરમ્યાન દાન-પુણ્ય કરવાનો વિશેષ લાભ મળે છે.