વયસ્ક હોય કે બાળક, ક્યારેક મજા કરતી વખતે જીવન મુશ્કેલીમાં આવી જાય છે. આવું જ એક કપલ સાથે થયું. દંપતીએ તેમની કાર નદીના કિનારે એક પાર્કમાં પાર્ક કરી અને રોમાન્સ કરવા લાગ્યા. બંને પોતપોતાના રોમાંસમાં એટલા મશગૂલ થઈ ગયા કે ક્યારે કોઈ મોટી ભૂલ થઈ ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો. આ પછી બંનેના જીવનમાં મુશ્કેલી આવી ગઈ.
અમેરિકાના પેન્સિલવેનિયાના સૌથી મોટા શહેર ફિલાડેલ્ફિયામાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક કાર શુલકિલ નદીમાં પડી હતી. કારમાં એક કપલ હતું, જેમણે કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો અને નાના કપડામાં નદીમાંથી બહાર આવ્યા. ત્યાં હાજર લોકો બંનેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બાદમાં પોલીસે કારને નદીમાંથી બહાર કાઢી હતી.
શું છે સમગ્ર મામલો?
જણાવવામાં આવી રહ્યું છે કે આ કપલ સવારે લગભગ ચાર વાગ્યે કાર દ્વારા કોલંબિયા બ્રિજ પર પહોંચ્યું હતું. અહીંના પાર્કમાં કપલ નદીના કિનારે કાર પાર્ક કરીને રોમાન્સ કરવા લાગ્યા હતા. બંને રોમાંસમાં એટલા મશગૂલ થઈ ગયા કે ક્યારે તેમની કારનો ગિયર બદલાઈ ગયો અને કાર પાછળની તરફ જવા લાગી તેનું તેમને ભાન પણ ન રહ્યું. કાર નદીમાં પડી હતી.
કોઈક રીતે બંને નદીમાંથી બહાર આવી જતાં બંનેનો જીવ બચી ગયો હતો. આ પછી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ, આ એક રેન્જ રોવર કાર હતી જેને સવારે લગભગ 9 વાગે પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આવી જ બીજી ઘટના થોડા દિવસો પહેલા બની હતી. એક કાર નદીમાં પડી હતી પરંતુ કારમાંથી કોઈ મળી આવ્યું ન હતું. હવે એક અઠવાડિયા પછી, બીજી કાર નદીમાં પડી, જેમાં એક કપલ રોમાંસમાં કરી રહ્યું હતું.