ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ બે ચક્રવાતની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24મી મેથી 5મી જૂન 2024 પછી હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. 16 મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. તેથી 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે.
આગાહીકાર અંબાલાલ પટેલે 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મેથી 4 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં 7 જૂનથી 10 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થશે. 14 થી 18 જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે. કાચા મકાનોની છતો ઉડી જશે તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે.
ફોરકાસ્ટર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મેથી ગરમીનું પ્રમાણ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી. ત્યાર બાદ ગુજરાતમાં 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 26 મેથી 4 જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલા કેરળ પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં આ મહિનાની છેલ્લી તારીખ 31 મેના રોજ ચોમાસું બેસી જશે. જ્યારે તે 19 થી 30 જૂન દરમિયાન ગુજરાત પહોંચશે. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ પડશે? કયા રાજ્યમાં ચોમાસું ક્યારે શરૂ થશે?