બિઝનેસ ડેસ્કઃ હિંડનબર્ગના નવા રિપોર્ટની અસર ફરી એકવાર અદાણી ગ્રુપ પર પડી છે. સોમવાર, 12 ઓગસ્ટે શેરબજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં અદાણી ગ્રુપની કંપનીઓને રૂ. 1.28 લાખ કરોડનું નુકસાન થયું હતું. અદાણીના મોટાભાગના શેર 4 થી 17 ટકા સુધી તૂટ્યા છે. ગૌતમ અદાણીની 10 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 1,28,240.37 કરોડનો ઘટાડો થયો છે. આના કારણે ગ્રુપનો એમકેપ ઘટીને રૂ. 15,95,580.25 કરોડ થયો છે, જે શુક્રવારે રૂ. 17,23,820.62 કરોડ હતો. આવી સ્થિતિમાં જાણો અદાણી ગ્રુપની કઈ કંપનીને સૌથી વધુ અને કેટલું નુકસાન થયું છે…
- અદાણી એન્ટરપ્રાઇઝ
આ કંપનીને 19,184.91 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3,44,193.75 કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 3,63,378.66 કરોડ હતું.
- અદાણી પોર્ટ અને SEZ
આ કંપનીને 16,406.25 કરોડનું નુકસાન થયું છે. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3,14,807.85 કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 3,31,214.10 કરોડ હતું.
- અદાણી પાવર
શુક્રવારે આ કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,68,095.82 કરોડ હતું, જે સોમવારે ઘટીને રૂ. 2,38,744.51 કરોડ પર આવી ગયું, એટલે કે કંપનીને કુલ રૂ. 29,351.31 કરોડનું નુકસાન થયું છે.
- અદાણી એનર્જી સોલ્યુશન્સ
સોમવારે કંપનીને રૂ. 22,632.16 કરોડનું નુકસાન થયું હતું. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 1,10,001.45 કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 1,32,633.61 કરોડ હતું.
- અદાણી ગ્રીન એનર્જી
રૂ. 19,627.64 કરોડની ખોટ બાદ કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 2,62,026.10 કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 2,81,653.74 કરોડ હતું.
- અદાણી ટોટલ ગેસ
સોમવારે કંપનીને રૂ. 12,807.29 કરોડનું નુકસાન થયું હતું. કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 82,815.69 કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 95,622.98 કરોડ હતું.
- અદાણી વિલ્મર
શુક્રવારે કંપનીનું માર્કેટ કેપ રૂ. 50,037.63 કરોડ હતું, જે આજે ઘટીને રૂ. 46,788.43 કરોડ થયું છે. આ રીતે કંપનીને 3,249.2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- ACC લિમિટેડ
અદાણી ગ્રુપની આ કંપનીને સોમવારે 879.79 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેના કારણે માર્કેટ કેપ ઘટીને રૂ. 43,266.18 કરોડ પર આવી ગયું છે, જે શુક્રવારે રૂ. 44,145.97 કરોડ હતું.
9.
અંબુજા સિમેન્ટ્સ
સોમવારે, કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,952.05 કરોડ ઘટીને રૂ. 1,51,729.35 કરોડ થયું હતું, જે શુક્રવારે રૂ. 1,55,681.40 કરોડ હતું.
- એનડીટીવી
સોમવારે NDTVને 149.77 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 1,206.94 કરોડ થયું છે, જે શુક્રવારે રૂ. 1,356.71 કરોડ હતું.
નોંધ- આ આંકડા સોમવારે સવારે 10 વાગ્યા સુધીના છે.