ગુજરાતમાં ઘણા સમયથી મેંઘરાજા રિસાઇ રહ્યા છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે વિવિધ પાક સુકાવાની આરે છે. વરસાદના અભાવે જમીનમાં પાણીનું સ્તર વધ્યું નથી. ત્યારે કુવામાં પાણી ન હોવાથી ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે લાચાર બન્યા છે. ભારે વરસાદમાં ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો અસહ્ય ગરમીથી પરેશાન બન્યા છે. ત્યારે સવારે ગોંડલમાં હવામાન બદલાયું હતું અને હળવા વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. ત્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે વરસાદ આવતા જ ગોંડલ પંથકના ખેડૂતો ભારે વરસાદની આશા રાખી રહ્યા છે.
રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી અનામત રાખવાનું અને ચાલુ વર્ષના અષાઢ મહિના પૂર્ણ થયા બાદ જ ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું નક્કી કર્યું છે. 6 ડેમમાંથી પાણી છોડી શકાય એમ છે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…