ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હરિયાણા સરકારે 6 કરોડ રૂપિયા રોકડ, વર્ગ એક સરકારી નોકરી, 50 ટકાના દરે નીરજ ચોપરાને રાહત જમીન આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ સાથે સરકારે નીરજના શહેર પંચકુલમાં એક એથ્લેટિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેનું નેતૃત્વ પણ નીરજ ચોપરા કરશે.
નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશવાસીઓને ગૌરવની એક અવિસ્મરણીય ક્ષણ આપી છે.ત્યારે નીરજ ચોપરાએ આ માટે સખત મહેનત કરી હતી અને હવે આ મહેનત તેને ખ્યાતિ અપાવે છે જીત્યા બાદ તેના પર ધન સંપત્તિનો વરસાદ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી નીરજ ચોપરાને લગભગ 14 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબ સરકારે નીરજ ચોપરાને 2 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે.ત્યારે રેલવેએ 3 કરોડ અને મણિપુર સરકારે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આઈપીએલની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે પણ નીરજ ચોપરાને એક કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. સાથે ઈન્ડિગો એરલાઈન્સે નીરજ ચોપરાને એક વર્ષ માટે મફત ટિકિટ આપવાની વાત કરી છે.
બીસીસીઆઈએ નીરજ ચોપરાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એક કરોડ રૂપિયા બીસીસીઆઈ મીરાબાઈ ચાનુ અને રવિ દહિયાને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા બદલ 50 લાખ અને પીવી સિંધુ, લવલીના અને બજરંગ પુનિયાને બ્રોન્ઝ મેડલ જીતવા માટે 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યારે BCCI હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવા માટે 1.25 કરોડ રૂપિયા પણ આપશે.
Read More
- ધન પ્રાપ્તિ માટે ઘરમાં પિત્તળનો કાચબો કઈ દિશામાં રાખવો જોઈએ? વાસ્તુના આ નિયમો જાણ્યા પછી જ તેને ઘરમાં રાખો, નહીં તો તે તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરશે.
- સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે, અને આ 3 રાશિઓ પર ધનનો વરસાદ થશે.
- ૧ લાખ ૬૮ હજાર રૂપિયા પેન્શન! પીએમ મોદીના પત્ની જશોદાબેનને બીજા કયા લાભ મળે છે?
- નવરાત્રી દરમિયાન ઘરમાં આ છોડ વાવો, તમારા પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિનો માહોલ રહેશે.
- પિતૃ પક્ષની એકાદશીનો મહાસંયોગ, વૃષભ, કર્ક, કન્યા સહિત આ 3 રાશિઓને મળશે સૌભાગ્ય