બંગાળની ખાડી ઉપર બનેલું લો પ્રેશર ક્ષેત્ર શનિવારે ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ માં બદલાઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું આજે સાંજે દરિયાકિનારે ત્રાટકશે. આ સમય દરમિયાન પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.ત્યારે ઉત્તર આંધ્ર પ્રદેશના તટવર્તી વિસ્તારો અને દક્ષિણ ઓડિશાને લગતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ત્યરે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વાવાઝોડાને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
આ સિઝનની શરૂઆતમાં અત્યાર સુધીમાં બે ચક્રવાતી તોફાન બન્યા છે. ત્યારે પહેલું ચક્રવાત તોત અરબી સમુદ્રમાં બન્યું હતું. જ્યારે બીજું ચક્રવાત યાસ 23 અને 28 મેની આસપાસ બંગાળની ખાડીમાં બન્યું હતું. ત્યારે એક નજર કરીએ કે ચક્રવાતી તોફાન ગુલાબ અત્યારે ક્યાં છે અને ઓડિશા અને આંધ્રના કયા વિસ્તારોમાં નુકસાન થઈ શકે છે …
25 સપ્ટેમ્બરની રાત્રે 11.30 વાગ્યા સુધીમાં મળતી માહિતી પ્રમાણે તે બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને નજીકના વિસ્તારોમાં કેન્દ્રિત છે. ત્યારે તે હાલમાં ઓડિશાના ગોપાલપુરથી લગભગ 330 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં છે. આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમથી તેનું અંતર 400 કિમી પૂર્વ છે.
લેન્ડ ફોલ : તે આજે સાંજે દરિયાકિનારે ટકરાશે. ત્યારે લગભગ પશ્ચિમ તરફ આગળ વધે અને ઉત્તર આંધ્રને પાર કરે તેવી શક્યતા છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગોપાલપુર અને કલિંગપટ્ટનમ વચ્ચેના કિનારે ટકરાઈ શકે છે
આ વિસ્તારોમાં પવન રહેશે: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ જિલ્લાઓ અને દક્ષિણ ઓડિશા કિનારે (ગંજમ, ગજપતિ જિલ્લો) 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ શક્ય છે. પુરી, રાયગડા અને કોરાપુટ જિલ્લાઓ પણ પ્રભાવિત થશે. ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્ર ગતિ રહેશે. આ સિવાય ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
Read More
- સોનું ઘટીને ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થશે! જાણો ક્યારે થશે
- એક અઠવાડિયામાં ૧૦ ગ્રામ સોનું ૫,૦૧૦ રૂપિયા મોંઘુ થયું, ચાંદીના ભાવમાં પણ વધારો; તમારા શહેરમાં નવીનતમ કિંમત શું છે તે જાણો
- બાબા વેંગાની બીજી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, શું દુનિયામાં વિનાશ થવાનો છે?
- સોનું ખરીદવા માટે પૈસા નથી? તો અક્ષય તૃતીયા પર આ પાંચ વસ્તુઓ ઘરે લાવો, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ વરસાવશે
- 4000 રૂપિયા સસ્તા થયા પછી સોનું કેમ મોંઘુ થયું? શું નિષ્ણાતોના દાવા બદલાવા લાગ્યા?