દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ પણ હવે સીએનજી રેસમાં તેની હીસેદારી વધારવાની તૈયારી કરી રહી છે.ત્યારે ટાટા મોટર્સ ટૂંક સમયમાં ઘરેલુ બજારમાં તેના 4 મોડલના નવા CNG વેરિએન્ટ રજૂ કરવા જઈ રહી છે. તેમાં કોમ્પેક્ટ સેડાન, સબ-કોમ્પેક્ટ એસયુવી, એન્ટ્રી લેવલ હેચબેક અને પ્રીમિયમ હેચબેક કારનો સમાવેશ થશે.
મારુતિ સુઝુકી સીએનજી માર્કેટમાં કબજો જમાવી ચૂકી છે ત્યારે મારુતિ સુઝુકીના વાહન પોર્ટફોલિયોમાં મહત્તમ 6 સીએનજી મોડલ ધરાવે છે. ત્યારે હવે ટાટા મોટર્સ સીએનજી કીટ સાથે પોતાની કાર ઓફર કરશે. જેમાં ટિગોર સેડાન, નેક્સન, ટિયાગો અને અલ્ટ્રોઝ જેવી કારનો સમાવેશ થાય છે. જો કે કંપનીએ આ કારોની લોન્ચિંગની તારીખો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આમાંથી કેટલીક કાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી.
પુણેમાં ટેસ્ટ દરમિયાન Altroz CNG જોવા મળી હતી ત્યારે કંપની આ કારના કેટલાક સિલેક્ટેડ વેરિએન્ટ કંપની ફીટ કરેલી CNG કિટ્સ સાથે ઓફર કરશે. ત્યારે આ કાર કુલ 7 વેરિએન્ટમાં આવે છે. માહિતી પ્રમાણે આ CNG કિટ 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જિન સાથે આપવામાં આવશે, જે 85bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિએન્ટમાં સીએનજી કીટ આપવામાં આવશે નહીં.
હમણાં સુધી, આ કારોના માઇલેજ વિશે હજી સુધી કોઈ માહિતી નથી.ત્યારે અલબત્ત આ કારો સારી માઇલેજ આપશે. જ્યાં સુધી કિંમતની વાત છે, નિષ્ણાતો માને છે કે સીએનજી કાર પેટ્રોલ-ડીઝલ વેરિએન્ટ કરતાં 50,000 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે.
અન્ય સમાચારની વાત કરીએ તો તાજેતરમાં ટાટા મોટર્સે તેની માઇક્રો એસયુવી ટાટા પંચથી પડદો ઉઠાવ્યો છે.તેનું બુકિંગ દેશમાં કેટલીક ડીલરશીપ પર શરૂ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરી શકે છે. આ એસયુવી તહેવારોની સિઝનમાં રજૂ કરવામાં આવશે.
Read More
- બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSKમાંથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
- તમારું બાળક જન્મતાની સાથે જ કરો આ કામ, 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં કરોડપતિ બની જશે
- કોઈના મૃત્યુ પછી આધાર, PAN, વોટર આઈડી અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણી લો
- કુબેરનો ખજાનો: ગામના લોકો પાસે એટલા પૈસા છે કે 17 બેંકો ખોલવી પડી, 7000 કરોડ રૂપિયાની FD
- શું પત્નીને બદલે પિતાનું પેન્શન દીકરીને મળી શકે? જાણો શું છે તેનો નિયમ